Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના આરટીઓ ચેકપોસ્ટ પાસેથી ગૌવંશ ભરી લઇ જતો ટેમ્પો ઝડપાયો, બે સામે ગુનો દાખલ કરાયો

  • September 22, 2021 

સોનગઢના આરટીઓ ચેક પોસ્ટ પાસેથી પોલીસે બોલેરો પીકઅપ ટેમ્પોમાં ગેરકાયદેસર રીતે રાજ્ય બાહર લઈ જવાતી 3 ગાયો અને 2 વાછરડા,1 વાછરડીને ઉગારી લઇ પશુ તસ્કરી કરનાર ઈસમો સામે વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

 

 

 

 

મળતી માહિતી અનુસાર સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોમવારે સોનગઢના આરટીઓ ચેકપોસ્ટ પાસેથી એક બોલેરો પીકઅપ ટેમ્પો ઝડપી પાડી તપાસ કરતા ટેમ્પો નંબર એમએચ/18/બીજી/5305 માંથી 3 ગાયો અને 2 વાછરડા તેમજ 1 વાછરડી મળી આવી હતી. ટેમ્પોમાં તમામ પશુઓને ખીચો ટુંકી દોરી વડે બાંધી ઘાસ ચારો કે પાણીની સગવડ વિના લઈ જતા તેમજ કોઇપણ પ્રકારની પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તથા સક્ષમ અધિકારીના કે વેટેનરી ઓફિસરના પ્રમાણ પત્રો વિના ગેરકાયદેસર રીતે રાજ્ય બાહર જતા હોવાનું પ્રાથમિક તપાસમાં બાહર આવ્યું છે,

 

 

 

 

સોનગઢ પોલીસે આ મામલે ટેમ્પો ચાલક યોગેશભાઈ દાદાજીભાઈ સાળુંકે રહે, તીતાને ગામ, તા,શાક્રી જી,ધુલિયા-મહારાષ્ટ્ર, અને પશુઓ ભરી આપનાર સલમાન રહે, કામરેજ જી,સુરત નાઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application