હાલ એક મદરેસામાં એક વિદ્યાર્થીને તાલિબાની સજા અપાયાનો વીડિયો વાયરલ થયો છે. હકીકત એ છે કે, ઔરંગાબાદના મદ્રેસામાં સુરતના કિશોરને ઘડિયાળ ચોર્યાની શંકામાં તાલીબાની સજા આપીને થૂંકી થૂંકીને માર મરાયો. અન્ય બાળક સાથે આવું ન બને તે માટે મદરેસા દ્વારા આ પ્રકારનું કૃત્ય કરાયુ હતું. પરંતું સગીર સાથે કરાયેલું અમાનવીય વર્તન કેટલુ યોગ્ય ગણાય.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા એક પરિવારના 16 વર્ષીય દીકરાને મહારાષ્ટ્રના ઔરંગાબાદથી 25 કિલોટમીર અંતરે આવેલા મદરેસામાં મોકલ્યો હતો. દીકરાને આલીમ બનવા માટે ત્યાં મોકલાયો હતો. ગત રવિવારે મદરેસામાં ઘડિયાળ ચોરાઈ હતી, અને આ તરુણ પર ઘડિયાળ ચોરાયાનો આરોપ મૂકાયો હતો. જેના બાદ તરૂણને જે સજા અપાઈ હતી, તે જોઈને પરિવારજનો પણ ચોંકી ગયા હતા. અન્ય વિદ્યાર્થીઓ દ્વારા તરુણને માર મારવામાં આવતો. ઘડિયાળ ચોરીની શંકામાં તાલીબાની સજા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ અંગે તરુણના પિતાએ જણાવ્યું હતું કે, આ વીડિયો અમને તેના કોઈ મિત્રે ચોરીછૂપીથી બનાવી મોકલ્યો હતો. ત્યાં ગયા બાદ અન્ય બાળક સાથે આવું ન બને તે માટે કાર્યવાહી કરવી જોઈએ. પરિવારે કહ્યું કે, અમારો દીકરો વીડિયોમાં રડી રહ્યો છે. તેને ખુલ્લા શરેરી 10 લોકો દ્વારા જોર જોરથી માર મારવામાં આવ્યો હતો. મારા દીકરાને બચાવવામાં કોઈ આગળ ન આવ્યું. આ વીડિયો જોયા બાદ અમે તાત્કાલિક ખુલદાબાદના મદરેસામાં જઈને ટ્રસ્ટીઓને મળ્યા હતા. ત્યારે તેઓએ દીકરાને કાઢી મૂક્યો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ અમે કોઈ અન્ય બાળક સાથે આવું ન બને તે માટે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા તો ત્યાં લોકોએ અમને ઘેરી લીધા હતા. તમને અહીથી નીકળવા નહિ દઈએ તેવી ધમકી આપી હતી. જેથી અમને જીવ બચાવવા માટે સ્થાનિક પોલીસની મદદ લેવી પડી હતી. પોલીસે અમારી ફરિયાદ લઈને નોંધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500