મહામારી કોરોના વાયરસ બાદ હવે સમગ્ર દેશમાં H3N2 ઈન્ફ્લુએન્ઝા વાયરસનો ભય વધતો જ જઈ રહ્યો છે. છેલ્લા અમુક દિવસોથી આ વાયરસના કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે. દરમિયાન દિલ્હીનાં લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલમાં અલગથી H3N2નાં દર્દીઓ માટે 20 આઈસોલેશન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ 15 નિષ્ણાત ડોક્ટર્સની ટીમ તૈનાત કરવામાં આવી છે, જે રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી કરશે. H3N2 સંક્રમણનાં વધતા કેસો વચ્ચે દિલ્હીનાં લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલે H3N2 માટે 20 બેડ વાળો આઈસોલેશન વોર્ડ તૈયાર કર્યો છે.
આઈસોલેશન વોર્ડમાં ઓક્સિજન, બીઆઈપીએપી મશીન, વેન્ટિલેટરની વ્યવસ્થા છે. એલએનજેપીના ડાયરેક્ટર ડો.સુરેશ કુમારે કહ્યુ કે, H3N2 દર્દીઓ માટે 20 બેડ સાથે ઓક્સિજન, બીઆઈપીએપી મશીન, વેન્ટિલેટરની વ્યવસ્થા સાથે એક અલગ આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. 15 નિષ્ણાત ડોક્ટરોની ટીમ દર્દીઓ માટે 24 કલાક તૈનાત કરવામાં આવી છે. છેલ્લા અમુક દિવસોમાં એલએનજેપી ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. પહેલા ઓપીડીમાં દરરોજ 1200-1300 દર્દી આવતા હતા હવે દરરોજ લગભગ 1600 દર્દી આવી રહ્યા છે. ઓપીડીમાં પહેલા લગભગ 400 બાળકો આવતા હતા હવે દરરોજ લગભગ 600 બાળકો આવી રહ્યા છે.
હોસ્પિટલ તંત્રએ કહ્યુ, જોકે એવુ નથી કે આ તમામ H3N2 વાયરસથી સંક્રમિત છે. જે પણ શંકાસ્પદ દર્દી જોવા મળે છે, અમે તેમના સેમ્પલ આરટીપીસીઆર તપાસ માટે મોકલીએ છીએ. મંત્રાલયે કહ્યુ કે, ઓસેલ્ટામિવિર WHO દ્વારા ભલામણ કરેલ દવા છે. આ દવા સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રણાલીના માધ્યમથી નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સરકારે વ્યાપક પહોંચ અને ઉપલબ્ધતા માટે ફેબ્રુઆરી 2017માં દવા અને કોસ્મેટિક અધિનિયમની યાદી એચ1 હેઠળ ઓસેલ્ટામિવિરના વેચાણની પરવાનગી આપે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500