કપરાડા તાલુકાના નાંદગામ કાંવચાડી પ્રાથમીક શાળાનો શિક્ષક ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલ કલીયર કરવા માટે રૂપિયા ૫૦૦/- ની લાંચ લેતા એસીબીના હાથે આબાદ ઝડપાયો છે.
મળતી માહિતી મુજબ તાલુકા વિકાસ અધિકારી કપરાડાનાઓની સુચનાથી કપરાડા તાલુકાના અલગ અલગ ગામોમાં આવેલ પ્રાથમીક શાળામાં ઉચ્ચતર પગાર ધોરણ અંગે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. શિક્ષક/શિક્ષીકા તરીકે નોકરી કરતાં અને જેઓને ૯/૨૦/૩૧ નો ઉચ્ચતર પગાર ધોરણ મળવા પાત્ર થતો હોય, તેવા શિક્ષક/શિક્ષીકાઓ પાસેથી કેમ્પમાં ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલ કલીયર કરવા માટે રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરી સ્થળ પર સ્વીકારતાં હોવાની આધારભુત માહિતી એસીબીને મળી હતી, જે માહિતીની ખરાઇ કરવા એસીબીએ તા.૨૩/૧૨/૨૦૨૧ ના રોજ ડિકોય છટકાનું આયોજન કરેલ. લાંચના છટકા દરમ્યાન કપરાડા બાલચૌડી પ્રાથમીક શાળા નજીકમાંથી ડીકોયરનો સહકાર મેળવી, બાલચૌડી પ્રાથમીક શાળામાં આવેલ પ્રાર્થના હોલમાં ચાલતા કેમ્પમાં ડીકોયરને મોકલતાં, ગણેશભાઇ કનુભાઇ પટેલ રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરી રકમ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. હાલ આરોપીને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application