Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બી.આર.સી વઘઇ દ્વારા તાલુકા કક્ષાનો વૈજ્ઞાનિક પ્રદર્શન મેળો આયોજિત કરાયો

  • September 26, 2023 

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઈ માર્ગદર્શિત, તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, ડાંગ સંચાલિત, બી.આર.સી. વઘઈ દ્વારા તાલુકા કક્ષનો નવમો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મેળો, ભેંસકાંત્રી આશ્રમ શાળા ખાતે યોજવામા આવ્યો હતો. "સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી" થીમ પર આધારિત આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને વઘઈ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના વરદ હસ્તે ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિક પ્રદર્શન મેળામા સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપયોગી હોય એવી જુદી જુદી ત્રીસ જેટલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. શાળાના બાળકો શિક્ષકો, પદાધિકારીઓ દ્વારા પણ આ પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી હતી.



પ્રદર્શન મેળાના સમાપન સમારંભ કાર્યક્રમમા અતિથિ વિશેષ વઘઈ તાલુકા ઉપપ્રમુખ તેમજ આમંત્રિત મહેમાનો દ્વારા બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વઘઇ તાલુકા કક્ષાનો વૈજ્ઞાનિક પ્રદર્શન મેળામા જિલ્લા શિક્ષણ તાલિમ ભવનના પ્રચાર્ય, જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક સંઘના હોદ્દેદારો, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, વઘઈ શિક્ષક ધિરાણ મંડળીના હોદ્દેદારો, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, બી.આર.સી કો-ઓર્ડીનેટર, સ્થાનિક આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સાથે ઉપસ્થિત સર્વે મહાનુભાવોમા તાલુકા કક્ષાએ પસંદગી પામેલ કૃતિના બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓને, માર્ગદર્શક શિક્ષકશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application