Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા મિશન લાઈફ-૨૦૨૩ અંતર્ગત આહવા ખાતે તાલુકા કક્ષાની સાયકલ રેલીનું આયોજન કરાયું

  • May 23, 2023 

મિશન લાઇફ-૨૦૨૩ અંતર્ગત રાજ્યમા પ મે ૨૦૨૩થી ૫ જુન ૨૦૨૩ સુધી વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવી રહ્યા છે. આ કાર્યક્રમથી પર્યાવરણલક્ષી અવેરનેસ ફેલાઈ તે હેતુથી આહવા તાલુકા ખાતે બોરખેત ટીમ્બર ડેપોથી આહવા ફુવારા સર્કલ સુધી સાયકલ રેલીનુ આયોજન કરવામા આવેલ હતુ. સાયકલ રેલીની શરૂઆત પહેલા મિશન લાઈફ અંગેની પ્રતિજ્ઞા લઈ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખના વરદ્ હસ્તે લીલી ઝંડી આપી કરવામા આવી હતી. આ રેલીમા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતીના અધ્યક્ષ, આહવા ગ્રામ પંચાયતના ઉપસરપંચ, ઉત્તર વિભાગ નાયબ વન સંરક્ષક તેમજ ૧૫૦ જેટલા વન કર્મીઓ જોડાયા હતા.






મિશન લાઇફ પ્રોજેક્ટ  માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામા આવેલ છે. જેનો મુખ્ય હેતુ " (Lifestyle for Environment) LiFE એટલે એવી જીવન શૈલી જીવવાની પ્રરેણા આપે છે, જે આપણી પૃથ્વીને સુસંગત હોય અને પૃથ્વી-પર્યાવરણને નુકશાન ન પહોંચાડે" મિશન લાઇફ અંતર્ગત ઉત્તર ડાંગ વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવેલ સહભાગી વન વ્યવસ્થા સમિતીઓમા પ્લાસ્ટીક ક્લીનઅપ કેમ્પેઈન, ઈકો ટૂરીઝમ સાઈટે પ્લાસ્ટીક ક્લીનઅપ કેમ્પેઈન, વન વિસ્તારમાં ચેકડેમ/વનતલાવડીની કામગીરી, ભુમિ અને ભેજ સંરક્ષણના કામો, સાંકેતિક વાવેતરો  જેવી વગેરે કામગીરીઓ કરવામા આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application