ડાંગ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023ની ઉજવણીના ભાગરૂપે, ભારત સરકારના મિલેટ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત આહવાના સેવાધામ ખાતે, જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામા આહવા તાલુકા કક્ષાનો 'કૃષિ મેળો' યોજવામા આવ્યો હતો. આ અવસરે ડાંગએ જણાવ્યુ હતુ કે, ભારત સરકાર દ્વારા વર્ષ-૨૦૨૩ને 'આંતરરાષ્ટ્રીય મિલેટ્સ ઈયર' તરીકે ઉજવવાનુ નક્કી કરવામા આવ્યુ છે. ત્યારે મિલેટસ પાકોના સ્વાસ્થ્યવર્ધક મહત્વ બાબતે લોકોમા જાગૃતિ આવે, તથા વધુમા વધુ ઉત્પાદનની સાથે તેનો વપરાશ થાય, અને ખેડુતોની આવકમા વધારો થાય તે માટે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે ખેડુતોને આહવાન કર્યુ હતુ. ડાંગ જિલ્લાની આહવા તાલુકા પંચાયતના પ્રમુખએ પ્રાકૃતિક કૃષિની ઉપયોગીતા, પ્રાકૃતિક ખોરાક, તેમજ મિલેટ પાકોના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતુ. આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય વર્ષ-૨૦૨૩ (મિલેટ વર્ષ)ની ઉજવણીના ભાગ રૂપે ડાંગ જિલ્લા પંચાયત આહવાની ખેતીવાડી શાખા દ્રારા નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન-TRFA યોજના હેઠળ ખેડુતોને રવિ ચણા નિદર્શન કિટ વિતરણ કરવામા આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application