Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પેપર મિલની કંપનીમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી

  • May 27, 2022 

વાપી જી.આઇ.ડી.સી.ની એક પેપર મિલ કંપનીમાં બપોરના સમયે અચાનક પેપરના બંડલોમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જોકે ફાયરના જવાનોએ સાડા ત્રણ કલાકે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. બનાવની વિગત એવી છે કે, વાપી જી.આઇ.ડી.સી. ફોર્ટી શેડ વિસ્તારમાં આવેલ ગજાનંદ પેપર મિલમાં ગતરોજ બપોરે 4 કલાકે અંદર મૂકેલા પેપરના બંડલોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેને લઇ કામદારોમાં દોડધામ મચી હતી.




જોકે આગની જાણ જી.આઇ.ડી.સી. ફાયર વિભાગને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને ભારે જહેમત બાદ રાતના 7.30 કલાકે આગ ઉપર કાબૂ મેળવી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે આ આગમાં કોઈ પણ પ્રકારની જન હાની થઈ ન હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application