સુરતના ઉમરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ખુલ્લા પગે પાણીની ઇલેક્ટ્રિક મોટર બંધ કરવા જતા ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. વિદ્યાર્થી જ્યારે ઇલેક્ટ્રિક મોટર બંધ કરવા ગયો હતો ત્યારે મોટરની નજીક પાણી ભરેલું હતું. ખુલ્લા પગે પાણીમાં ઊભા રહી મોટર બંધ કરવા જતા વિદ્યાર્થીને કરંટ લાગ્યો હોવાની માહિતી સામે આવી છે. હાલ આ મામલે ઉમરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા અને ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિજય મીણાનું કરંટ લાગતા મોત નીપજ્યું છે.મીડિયા અહેવાલ અનુસાર,ઘરના પાર્કિંગની સફાઈ કર્યા બાદ વિજય મીણા ખુલ્લા પગે પાણીની ઇલેક્ટ્રિક મોટર બંધ કરવા ગયો હતો. જો કે, મોટરની પાસે પાણી ભરાયું હતું. જ્યારે વિજય ખુલ્લા પગે પાણીમાં ઊભા રહી મોટરની સ્વીચ બંધ કરવા ગયો તો તેણે જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાની સાથે વિજય નીચે પડી ગયો હતો. ત્યાર બાદ પરિજનો દ્વારા વિજયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં ફરજ પરના તબીબે વિજયને મૃત જાહેર કર્યો હતો. આશાસ્પદ યુવાનનું મોત થતા પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. જ્યારે વિસ્તારમાં પણ ગમગીની છવાઈ છે. આ મામલે ઉમરા પોલીસને જાણ થતા ટીમ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application