Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘાણી ખાતેની ઉત્તર બુનિયાદીમાં એક વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં પંથકમાં ચકચાર મચી

  • October 09, 2023 

ડોલવણ તાલુકાનાં ઘાણી ખાતે આવેલ ઉત્તર બુનિયાદીમાં એક વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લેતાં પંથકમાં ચકચાર મચી છે. મળતી માહિતી અનુસાર, ડોલવણનાં ઘણી ગામના ઉત્તર બુનિયાદી શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી વલસાડનાં કપરાડા તાલુકાનો સંદિપ કાવજીભાઇ ડગડાનો મળસ્કે 4.00 કલાક પહેલા હર કોઇ વખતે ધાણી આશ્રમ શાળામાં હોસ્ટેલની પાછળ પજારીના ભાગે લોખંડની એંગલ સાથે નાયલોનનાં પટ્ટા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.



આ વિદ્યાર્થીના પિતા કાવજીભાઇ ધાકુભાઇ ડગળાની ફરિયાદનાં આધારે પોલીસે ગુનો નોંધી વધુમાં તપાસ હાથ ધરી છે, હાલ આ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યાનું રહસ્ય અકબંધ રહ્યુ છે. જયારે સંદીપના પિતા કાવજીભાઇ ડગળાએ ડોલવણ પી.એસ.આઇ.ને ફરિયાદમાં જણાવ્યુ છે કે, ફરજ પરનાં કર્મચારીનો સવારે 4:30 કલાકે તેમના ઉપર પર ફોન આવ્યો હતો, કે તમારા દીકરા સંદીપે ફાંસો ખાઈ લીધો છે. તેઓ સવારે આશ્રમ શાળા પહોંચી ગયા હતા. ત્યારે તેઓની જાણ બહાર તેમના પુત્રનો મૃતદેહ ઉતારી લેવામાં આવ્યો હતો. માટે તેઓએ તેમના પુત્ર સાથે કોઇ અઘટીત ઘટના ઘટી હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમને સાચી હકિકતથી અજાણ રાખવામાં આવ્યા છે. ઘટના સ્થળે જોતા કમરમાં બાંધવાનાં પટ્ટા દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી, જેથી તેમણે આત્મહત્યા નહીં પણ હત્યા થઈ હોય ક્યાં તો કોઇ અણબનાવ બન્યો હોવાની આશંકાઓ વ્યક્ત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application