તમે રસ્તા પર જાઓ તો ઘણા બાળકો ભીખ માંગતા જોવા મળી જાય છે. ખાસ મોટા શહેરોમાં ટ્રાફિક સિગ્નલ પર આવા બાળકો વધારે જોવા મળે છે. ઘણી સંસ્થાઓ છે જે આવા બાળકો માટે કામ કરે છે. પરંતુ જોઈએ તેટલી સફળતા નથી મળી. ત્યારે ગુજરાતના શિક્ષણ જગતમાં પહેલીવાર આવા બાળકો માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું. આ એવા બાળકો છે જેમના સપના તો મોટા હોય છે. પરંતુ પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે ક્યારેય તેઓ સપના સાકાર કરી શક્તા નથી. રસ્તા પર ભીખ માંગીને જ પોતાનું બાળપણ વિતાવી દે છે. પરંતુ પહેલી વખત ગુજરાતના શિક્ષણ જગતમાં આ ઘટના બની છે કે ભીખ માંગતા બાળકોને મેદાન પર લાવવામાં આવ્યા. બાળકોએ જ્યારે પહેલી વખત રમત ગમત માટેનો ખાસ ડ્રેસ પહેર્યો તો તેમના ચહેરા પર જે આનંદ હતો તે જોઈ શકાય તેવો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application