આકાશમાં 13 અને 14 ડિસેમ્બરની રાત્રે આકાશમાં જેમિનીડસ ઉલ્કાવર્ષાનો અદભૂત નજારો જોવા મળશે. આમ તો દર વર્ષે ડિસેમ્બરમાં ઠંડીમાં આ નજારાની શરૂઆત ૩ તારીખથી શરૂ થાય છે અને 13-14 ડિસેમ્બરે તેની ગતિ ચરમસીમાએ હોય છે અને આ 17 ડિસેમ્બર સુધી જારી રહે છે.
આ વર્ષે 14મીએ ઇશાન ખૂણામાં રાત્રિના 8.33થી રાતના 10.30 કલાક સુધી જેમિનિડસ ઉલ્કાવર્ષા સારી રીતે નિહાળી શકાશે. આમ 14મીએ રાત્રે 8.06 કલાકથી બીજા દિવસે સૂર્યના ઉદય સુધી અને 15મીએ રાત્રિના 3.14 કલાકે આકાશના મધ્યભાગમાં ઉલ્કાવર્ષાનો લ્હાવો માણી શકાશે.
દુનિયાભરમાં દર વર્ષે 7થી 17 ડિસેમ્બર દરમિયાન જેમીનીડસ ઉલ્કાવર્ષા જોવા મળે છે. કલાકમાં 10 થી 50 અને વધુમાં વધુ 100 ઉલ્કાવર્ષાથી દિવાળીના જેવી આતશબાજી જેવા દૃશ્યો સૌને જોવા મળે છે. મધ્યરાત્રિ પહેલા અને વહેલી પરોઢે ઉલ્કાવર્ષા મહત્તમ જોવા મળે છે.
જાથાના રાજય ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, જેમીનીડસ ઉલ્કાવર્ષાની મહત્તમ તા. 14 અને 15 ત્રણ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેનો નરી આખે પણ સ્વચ્છ આકાશમાં સ્પષ્ટ નજારો જોઇ શકાય છે. ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રી પહેલા અને વહેલો પરોઢનો સમય શ્રેષ્ઠ છે. જેમિનીડસ ઉલ્કાવર્ષા ક્યાંક વરસાદની જેમ પડે છે. જે પીળા,લીલા અને વાદળી રંગમાં પણ જોઇ શકાય છે. પ્રતિ સેકંડ 35 કિમી.થી વધીને 130 કિમીની ઝડપે પડશે. ઝડપથી ફાયર બોલમાં ફેરવાઈ જશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500