Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ એક્સપ્રેસ સહિત ૧૫ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

  • October 11, 2020 

તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખવાની સાથે કોરોના સંક્રમણ ઘટવાની આશાએ વેસ્ટર્ન રેલવે દ્વારા નવી સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે આગામી દિવસોમાં તેજસ એક્સપ્રેસ સહિત ૧૫ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

 

પશ્વિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા માહિતી પ્રકાશિત કરતાં જણાવ્યું હતું કે વધુ ૧૫ ટ્રેનો આ મુજબ છે.જેમા દૈનિક મુંબઈ સેન્ટ્રલ-ઇન્દોર સુપરફાસ્ટ સ્પેશ્યલ અવંતિકા એક્સપ્રેસ - મુંબઈ સેન્ટ્રલ-ઓખા સુપરફાસ્ટ સ્પેશ્યલ સૌરાષ્ટ્ર મેઇલ -બાન્દ્રા ટર્મિનસ-રામનગર સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ (સાપ્તાહિક) - બાન્દ્રા ટર્મિનસ-લખનઉ સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ (સાપ્તાહિક) - બાન્દ્રા ટર્મિનસ - ભુજ એ.સી. વિશેષ એક્સપ્રેસ (ત્રિ-સાપ્તાહિક) - બાન્દ્રા ટર્મિનસ - એચ. નિઝામુદ્દીન વિશેષ યુવા એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેન દોડાવવામાં આવશે.

 

 

 વલસાડ-હરિદ્વાર સુપરફાસ્ટ સ્પેશ્યલ એક્સપ્રેસ (સાપ્તાહિક)- વલસાડ-પુરી સુપરફાસ્ટ સ્પેશ્યલ એક્સપ્રેસ (સાપ્તાહિક)- સુરત-ભાગલપુર સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક)- ઉધના-દાનાપુર વિશેષ એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક)વડોદરા-વારાણસી સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ (સાપ્તાહિક)- ભાવનગર - આસનસોલ સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ (સાપ્તાહિક) - ડૉ..આંબેડકર નગર - કામૈયા વિશેષ એક્સપ્રેસ (સાપ્તાહિક) - મુંબઇ સેન્ટ્રલ - અમદાવાદ તેજસ એક્સપ્રેસ (ગુરુવાર સિવાય) ૧૧ ઓક્ટોબરથી ટ્રેનનું બુકિંગ શરૂ થશે જે પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર નિર્ધારિત થશે. ઉપરોક્ત તમામ ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે. તેજસ એક્સપ્રેસ માટે બુકિંગ ફક્ત આઇઆરસીટીસી વેબસાઇટ અને આઈઆરસીટીસીના વર્તમાન આરક્ષણ કાઉન્ટરો પર ઉપલબ્ધ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application