Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગોંડલવિહીર પ્રાથમિક શાળામાં શિક્ષક દિને ૧૮૧ અભયમનું વિશેષ જાગૃતિ અભિયાન યોજાયું

  • September 09, 2023 

તારીખ 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિન નિમિત્તે ડાંગ જિલ્લાની ૧૮૧ અભયમ ટિમ દ્વારા વિશેષ જાગૃતિ અભિયાન યોજાયું હતું. આહવા તાલુકાના ગોંડલવિહીર ગામની પ્રાથમિક શાળામાં કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને 'ગુડ ટચ, બેડ ટચ' વિશેની સાચી સમજ સાથે જાગૃતિ અને સાવચેતી રાખી, જાતિય શોષણની કોઈ પણ ઘટના બને તો શેહ કે શરમ ન રાખતા, તુરત જ ૧૮૧-અભયમ મહિલા હેલ્પ લાઈન સહિત ૧૦૦-પોલીસ ની મદદ માટે આગળ આવવા અંગેનું માર્ગદર્શન અપાયું હતું. ટીચર્સ ડે નિમિત્તે શાળાના તમામ શિક્ષકોને પુષ્પગુછ આપી અભિવાદન પાઠવતા ૧૮૧-અભયમ ટિમ સહિત પોલીસની 'સી' ટિમે, સૌને સલામત અને જાગૃત રહેવાની શીખ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application