જાપાનની એક ખાનગી કંપનીનુ અંતરિક્ષ યાન ચંદ્ર પર ઉતરાણ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ છે.જેના કારણે આ યાન સાથેનો સંપર્ક કપાઈ ગયો છે.ટોકયોની કંપની આઈ સ્પેસ દ્વારા આ યાન લોન્ચ કરવામાં આવ્યુ હતુ.યાનની ચંદ્ર સુધીની મુસાફરી તો અપેક્ષા પ્રમાણે રહી હતી પણ ચંદ્ર પર લેન્ડિંગ કરતી વખતે નડેલા અકસ્માતના કારણે આ યાનનો ધરતી સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો.
સાડા ચાર મહિનાથી આ પ્રોજેકેટ પર કંપની કામ કરી રહી હતી અને તેનો ઉદ્દેશ એક યાનને ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક ઉતારવાનો હતો.આઈ સ્પેસ કંપનીના સીઈઓ તાકેશી હકમાડાને આશા હતી કે, ભલે અતંરિક્ષ યાન સાથે સંપર્ક કપાઈ ગયો હોય પણ તે ચંદ્ર પર હેમખેમ ઉતરાણ કરી લશે.જો આ મિશન સફળ થયુ હોત તો આઈ સ્પેસ કંપની ચંદ્ર પર યાન ઉતારનાર પહેલી ખાનગી કંપની બની હોત.અત્યાર સુધી રશિયા,અમેરિકા અને ચીનની સ્પેસ એજન્સી જ ચંદ્ર પર પોતાના યાનનુ સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવી શકી છે. ઈઝરાયેલને પણ 2019માં કરેલા પ્રયત્નમાં નિષ્ફળતા મળી હતી.ભારતની ઈસરો આગામી મૂન મિશનના ભાગરુપે ચંદ્રયાન 3ના પરિક્ષણમાં લાગેલી છે.ભારતનુ આ ત્રીજુ મૂન મિશન હશે.જેનો હેતુ ભારતના રોવરને ચંદ્રની સપાટી પર ઉતારીને ચંદ્રની સપાટી પરથી સેમ્પલ લેવાનો છે.ઈસરો જૂન મહિનામાં ચંદ્રયાનને લોન્ચ કરવા માટેની યોજના બનાવી રહ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application