Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડનાં કોસ્ટલ હાઈવેની બાજુમાં અગરની જગ્યા પરથી કંકાલ મળી આવ્યું

  • August 18, 2023 

વલસાડ તાલુકાનાં ડુંગરી નજીક આવેલા ઉંટડી ગામનાં ડીપી ફળિયામાં કોસ્ટલ હાઈવે રોડની બાજુમાં આવેલી અગરવાળી જગ્યામાં તા.૩૦ જુલાઈ ૨૦૨૩ના રોજ બપોરે ૧ કલાકે અજાણ્યા પુરૂષની લાશનું કંકાલ મળી આવ્યું હતું. જેના શરીરે સફેદ કલરની આખી બાયની ગોળ ગળાવાળી ટી શર્ટ મળી આવી હતી. જેના પર આગળના ભાગે અંગ્રેજીમાં JACKY (જેકી) લખેલુ છે. કોલરના ભાગે આવેલા સ્ટીકર પર JACKPOT લખેલુ છે. કમરના ભાગે લીલા કરનો લાલ પટીવાળો લુઝર પેન્ટ પહેરેલો છે. જેના કમરના ભાગે આવેલા સ્ટીકર ઉપર NEWZY xl CLASSIC લખેલુ છે. અજાણ્યા પુરૂષની લાશ કંકાલ હાલતમાં હોવાથી ઓળખ થઈ શકી નથી. જો કોઈને ભાળ મળે તો ડુંગરી પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application