Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શ્રીલંકામાં એક મુસ્લિમ પ્રચારક દ્વારા યુવાનોને આઈએસમાં જોડાવવાનું કુત્યનો ઘટસ્ફોટ

  • May 31, 2024 

ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદમાં એરપોર્ટથી પકડાયેલા 4 આઈએસઆઈએસના આતંકીઓની તપાસમાં મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. આ આતંકીઓ પાકિસ્તાનના હેન્ડલર અબુની સાથે શ્રીલંકાના હેન્ડલરઓસમન્ડગેરાર્ડ સાથે સંપર્કમાં હતા. આતંકીઓ મોહંમદ નુસરથ, મોહંમદ નફરાન, મોહંમદ રસદીન અને મોહંમદ ફરીસને રૂ 4 લાખની શ્રીલંકન કરન્સીની વ્યવસ્થા ઓસમન્ડગેરાર્ડ કરી હતી. આ કરન્સી શ્રીલંકાના હમીદ આમિર દ્વારા ચારેય આતંકીઓને પહોંચાડવામાં આવી હતી.

આ ઇનપુટ ગુજરાત એટીએસએ શ્રીલંકાની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડીપાર્ટમેન્ટને આપતા શ્રીલંકા પોલીસે હેમદ આમિર સહિત 2 વ્યક્તિની ધરપકડ કરી છે અને શ્રીલંકાના હેન્ડલરઓસમન્ડગેરાર્ડને વોન્ટેડ જાહેર કરીને 2 મિલિયન એટલે 20 લાખની ઇનામ જાહેર કર્યું છે. આ હેન્ડલર મૂળ શ્રીલંકાના દેમાટાગોડાનો રહેવાસી છે અને વારંવાર વેશપલટો અને રહેઠાણ બદલતો રહેતો હોવાનું ખુલ્યું છે એટલું જ નહીં IS ની આતંકી પ્રવૃત્તિમાં કટ્ટરવાદી માનસિકતા ધરાવતા યુવકોને જોડવામાં એક મુસ્લિમ પ્રચારકનું નામ ખુલ્યું છે. જે રાષ્ટ્રીય તૌહીદ જમાત સંગઠનના પ્રચાર દ્વારા યુવાનોને ટ્રાગેટ કરે છે. આ 4 આતંકીઓ પણ 42 દિવસ સુધી આ પ્રચારક સાથે રહ્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News