મુંબઈ પાસે વસઈમાં ઘરમાં ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ચાર્જ થઈ રહી હતી, ત્યારે વિસ્ફોટ થતાં સાત વર્ષનાં માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. માણિકપુર પોલીસે મામલાની નોંધ લઈ વધુ તપાસ આદરી હતી. જયારે બેટરી ઓવરચાર્જ થતાં કે, શોર્ટ સર્કિટને લીધે વિસ્ફોટ થયો હોવાની શંકા છે. બનાવની વિગત એવી છે કે, વસઈ (પૂર્વ)માં રામદાસ નગરમાં રહેતા શાહનવાઝ અંસારીએ રાતે પોતાના ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ચાર્જિંગ માટે ઘરના હોલમાં રાખી હતી. પરંતુ વહેલી સવારે 5.30 વાગ્યે બેટરીમાં સ્ફોટ થયો હતો. હોલમાં સૂઈ રહેલા સાત વર્ષીય પુત્ર શબ્બીર અને તેની માતા રૂકસાનાને ઈજા થઈ હતી.
જોકે માસૂમ શબ્બીર 70થી 80 ટકા દાઝી ગયો હતો. બેટરીનાં સ્ફોટને કારણે ઘરમાં ભીષણ આગ લાગી હતી. ઘરમાં સામાન સળગીને ખાત થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત શબ્બીરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. સ્કૂટરની કંપનીની બેદરકારીને લીડે આ ઘટના બની હોવાનો આરોપ મૃતક બાળકને પરિવારે કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application