Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લામાં ૭૫ અમૃત સરોવરની કામગીરી મુદ્દે સરપંચ અને તલાટીઓનો સેમિનાર યોજાયો

  • May 25, 2023 

જળ સંચયની સાથે બ્યુટીફિકેશનનાં ભાગરૂપે પેવર બ્લોક, સોલાર લાઈટ, બેન્ચ, સ્ટોન પિચિંગ, બાળકો માટે ૨મવાની જગ્યા અને રસ્તાના કામો અંગે માહિતગાર કરાયા રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના અવસરે તા.૨૪ એપ્રિલ, ૨૦૨૨નાં રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મિશન અમૃત સરોવરોના નિર્માણ અને કાયાકલ્પ દ્વારા ભાવિ પેઢી માટે જળ સુરક્ષા પુરી પાડવાનાં ઉદ્દેશ્ય સાથે જિલ્લા દીઠ કુલ ૭૫ અમૃત સરોવરનું આયોજન કરવા આહવાન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં કુલ ૭૫ અમૃત સરોવરનાં નવનિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે.






“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત જિલ્લાનાં કુલ ૭૫ અમૃત સરોવરની સુશોભનની કામગીરી તથા તેના ઉદ્દેશો વિશે જાગૃત કરવા અને સહભાગીતા વધારવા માટે જિલ્લા કક્ષાએ તા.૨૦ મે ૨૦૨૩નાં રોજ બપોરે ૧:૦૦ કલાકે વલસાડ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આરોગ્ય શાખાના મીટિંગ હોલમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં દમણગંગા નહેર વિશાખા વિભાગ નં.-૧ વાપી-વલસાડના કાર્યપાલક ઈજનેર, મનરેગાના નાયબ જિલ્લા પ્રોગ્રામ કો.ઓર્ડિનેટર અને સરોણ ગ્રામ પંચાયતના વહીવટદાર દ્વારા અમૃત સરોવરનાં ઉદેશ્ય વિશે જાગૃત કરવા તેમજ સહભાગીતા વધારવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.






આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી માટે અમૃત સરોવરનાં સ્થળે સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શિલાન્યાસ, વૃક્ષારોપણ અને ધ્વજવંદન જેવી પ્રવૃત્તિઓ હાથ ધરી ચુંટાયેલા પ્રતિનિધિઓ, પીઆરઆઈનાં પ્રતિનિધિ, સ્વ સહાય જુથો, યુવાનો અને શાળાના બાળકોને એક સામુદાયિક કાર્યક્રમમાં સહભાગી કરી સ્વતંત્ર સેનાની અથવા તેના પરિવારનાં સભ્યો અથવા શહીદનાં પરિવાર દ્વારા અથવા સ્થાનિક પંચાયતનાં સૌથી વરિષ્ઠ નાગરિકને આવી તમામ ઘટનાઓમાં ગૌરવનું સ્થાન આપવાની જાણકારી આપવામાં આવી હતી.






અમૃત સરોવરનો હેતુ જળ સંચયની સાથે લોકોની ભાગીદારીની સાથે સમુદાયની સામૂહિક ભાવનાને ઉજાગર કરવાનો છે. અમૃત સરોવરનાં સ્થળે બ્યુટીફિકેશનનાં ભાગરૂપે પ્લેટફોર્મની આસપાસ પેવર બ્લોક કરવું ઉપરાંત સોલાર લાઈટ, બેન્ચ, સ્ટોન પિચિંગ, બાળકો માટે ૨મવાની જગ્યા અને રસ્તાના વિકાસ સહિતના કામોનું આયોજન કરવા અંગે ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા. આ સેમિનારમાં જિલ્લાનાં કુલ ૭૫ અમૃત સરોવરનાં સબંધિત તમામ પંચાયત પ્રતિનિધિ અને પંચાયત લેવલ ઓફિસર તેમજ સબંધિત લાઈન ડિપાર્ટમેન્ટનાં અધિકારી/કર્મચારીઓ અને તાલુકા કક્ષાનાં અધિકારી/ કર્મચારીઓ હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application