Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતનાં પનાસ ખાતે કેરી પ્રદર્શન અને હરિફાઈ સાથે પરિસંવાદ યોજાયો

  • May 26, 2023 

નાયબ બાગાયત નિયામક કચેરી, સુરત અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતનાં સંયુક્ત ઉપક્રમે અઠવાની પનાસ સ્થિત અસ્પી શકીલમ બાયોટેક્નોલોજી કોલેજ ખાતે એક દિવસીય કેરી પ્રદર્શન અને ફરિફાઈ સાથે પરિસંવાદ યોજાયો હતો. જેમાં ૪૩થી વધુ જાતની આંબાની કેરી પ્રદર્શિત કરાઈ હતી, તેમજ ૯ વિદેશી જાતની કેરી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.  કેરી પ્રદર્શનમાં જિલ્લાના ૮૩ ખેડૂતોએ ૯૮થી વધુ કેરીના વિવિધ જાતોના નમૂનાઓ પ્રદર્શિત કર્યા હતા, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદગી પામેલા ખેડૂત ઉત્પાદકોને શ્રેષ્ઠ જાતની કેરી પકવવા બદલ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા.






આ પ્રસંગે નાયબ બાગાયત નિયામકએ જણાવ્યું હતું કે, ફળનો રાજા એટલે કેરીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રથમક્રમ ધરાવે છે. વિશેષત:રાજ્યનીકેસર, હાફુસ અને રાજાપુરી કેરી તેના સ્વાદ, સુગંધ માટે જગવિખ્યાત છે. ૨૦૦૧માં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત અને સંવર્ધિત ‘સોનપરી’ કેરીની વિદેશમાં જબરીમાંગ છે. હાફુસ અને બનેસાન કેરીનું ક્રોસ બ્રિડીંગ કરીને 'સોનપરી કેરી'ની નવી જાતનું સંશોધન થયું છે. આ સાથે ખેડૂતોએ કેરીના બગીચાઓનું સંવર્ધન અને ઉછેર સમયે કાળજી રાખવાની સાથે નવી સિઝનમાં સેન્દ્રિય ખાતરના ઉપયોગનું સૂચારૂ આયોજન કરવું હિતાવહ છે એમ તેમણે ઉમર્યું હતું.






આ પ્રસંગે નવસારી યુનિવર્સિટીના આસિ.પ્રોફેસર ડો.બી.એમ.ટંડેલે ક્લાઈમેટ ચેન્જની સમસ્યાની સાથે ખેડૂતોનેકેરીનાં ઉત્પાદનમાં આંબાના વાવેતર, આંબાના પાકમાં ફ્લાવરથી લઈને કેરી પાક સુધીની રાખવામાં આવતી તકેદારી અને  યોગ્ય માવજત અંગે માહિતગાર કર્યા હતા. કેરી ઉત્પાદનમાં બેગિંગ કરવાથી થતા ફાયદા અંગે ખેડૂતોને જરૂરી દિશા નિર્દેશ સૂચવ્યા હતા. આ અવસરે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતના વૈજ્ઞાનિક આર.કે પટેલે આંબાના પાકોમાં થતા વિવિધ રોગોની ઓળખ, નિદાન અને નિયંત્રણ માટે ખેડૂતોને વિશેષ તાંત્રિક માહિતી પૂરી પાડી હતી. નોંધનીય છે કે, ૯ વિદેશી જાતની કેરી કેસિન્ગટન, લીલી, ટોમી એટકીન્સ, ઈઝરાઈલ હાઈબ્રીડ, કેઈટ, પાલ્મર, કિંગફોન, માયા અને ઓસ્ટીન કેરી પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application