Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા : હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં ‘હાઉ ટુ સ્ટડી ઓર્ગેનન’ અંગેનો સેમિનાર યોજાયો

  • July 06, 2023 

વ્યારાનાં તાડકુવા ખાતે તા.04/07/2023નાં રોજ સી.એન.કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર HMAI વ્યારા યુનીટનાં સહયોગથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સુરતનાં વક્તા ડો.સંજયભાઈ મોદી હતા અને તેમણે ‘હાઉ ટુ સ્ટડી ઓર્ગેનન’ વિષય ઉપર વ્યક્તત્વ આપ્યું હતું. જોકે આ સેમિનારનો હેતુ વિદ્યાર્થીઓને ઓર્ગનનનો અભ્યાસ અને સમજણ કેવી રીતે કરવી તે અંગે જાગૃત કરવાનો હતો. આ સેમિનારમાં કોલેજનાં ચતુર્થ વર્ષ BHMSનાં વિદ્યાર્થીઓ, ઇન્ટર્નસ, ટીચિંગ સ્ટાફ અને HMAI, વ્યારા યુનીટનાં સભ્યોએ ઉત્સાહ સાથે હાજરી આપી હતી.  જયારે આ સેમિનાર આચાર્ય ડો.જ્યોતિબેન રાવનાં માર્ગદર્શન હેઠળ ડો.જે.જે.જૈનની આગેવાની હેઠળ સેમિનાર સમિતિ દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News