Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તિલવકવાડાનાં ગણસીંડા ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અંતર્ગત સ્વરોજગાર મેળો યોજાયો

  • August 04, 2023 

‘નારી વંદન ઉત્સવ’ની રાજ્યવ્યાપી ઉજવણીના ત્રીજા દિવસે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગણસીંડા ગામ સ્થિત ગુરૂમુખી આદિવાસી સેવા ટ્રસ્ટ ખાતે નારી શક્તિને પ્રેરિત કરવા માટે ‘નારી વંદન ઉત્સવ-૨૦૨૩’ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની હેઠળ ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો હતો. નર્મદા જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ની સાપ્તાહિક ઉજવણી જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીના સંકલનમાં રહીને વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે તિલકવાડાના ગણસીંદા ખાતે જિલ્લા રોજગાર કચેરી ડી.આઈ.સી., મહિલા આર્થિક વિકાસ નિગમ, શ્રમ અને રોજગાર, સહકાર, પંચાયત વિભાગ, બરોડા સ્વરોજગાર સંસથાનના સહયોગથી અને મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિમાં નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.



કાર્યક્રમની શરૂઆત આનંદ અને હર્ષોલ્લાસ સાથે વાજતે ગાજતે મહાનુભાવોને ફૂલછોડ આપીને કરવામાં આવી હતી. જ્યારે નાટક મંડળીએ મહિલાઓની સુરક્ષા અને સલામતી અંગે તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા નાગરિકો/મહિલાઓને ઉપલબ્ધ કરાવવામાં આવતી સેવાઓ અંગે નાટક થકી ગ્રામજનોને જાગૃત કર્યા હતા. આ ઉજવણી અંતર્ગત યોજાયેલા ભરતી મેળામાં મહિલા સ્વાવલંબન માટેના વિવિધ ગૃહ ઉદ્યોગો તેમજ અન્ય રોજગારીના માધ્યમો અંગે નિષ્ણાંતો દ્વારા સમજ પુરી પાડવામાં આવી હતી. સાથે ઉપસ્થિત મહાનુભવોના હસ્તે સ્વરોજગાર સાથે જોડાયેલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને હુકમપત્રો પણ વિતરણ કરવામાં આવ્યા હતા.



આ પ્રસંગે ઉપસ્થિત પ્રભુશરણ સકશેનાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે મહિલા સન્માન, સુરક્ષા, સલામતીને કેન્દ્રસ્થાને રાખીને અનેકવિધ યોજનાઓ, કાર્યક્રમો, ઝુંબેશો થકી મહિલા સશક્તિકરણની દિશામાં ખુબ જ સરાહનીય કામગીરી કરી છે. સમાજની પ્રત્યેક મહિલાઓ જાગૃત અને સશક્ત બની ગામ, જિલ્લા તેમજ રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં સિંહફાળો આપવા સક્ષમ બની રહી છે. નર્મદા જિલ્લાની દીકરીઓ પણ નિર્ભિક, શિક્ષિત અને સશક્ત બનીને દેશના વિકાસમાં સિંહફાળો આપે તેવી શુભેચ્છા પાઠવી દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી. તેમજ એસબીઆઈ લાઈફ મિત્રના સિનિયર એજેન્સી મેનેજરશ્રી ચંદ્રકાન્તભાઈ કારિયા દ્વારા મહિલાઓના રોજગાર અર્થે ઈન્ટર્યુની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application