શિસ્તબદ્ધ પાર્ટીમાં હવે ચારેબાજુ વિવાદોની તિરાડ નજરે આવી રહી છે. સાબરકાંઠા, રાજકોટની આગ હજી ભભૂકી રહી છે ત્યાં હવે અમરેલીમાં આગ પેટી છે. લોકસભાની ટિકિટની લડાઈ હવે શેરીઓમાં પહોંચી છે. લોકસભાની ટિકિટની લડાઈ હવે મારામારીમાં પલટી છે. અમરેલીમાં ભાજપના કાર્યકરો વચ્ચે જ મારામારી થઈ હતી. ભાજપના કાર્યકર હિરેન વિરડિયા પર હુમલો થયો હતો. પૈસાની લેતી દેતીમાં હુમલો થયો હોવાનો આરોપ છે.
અમરેલીમાં મોડીરાત્રે ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. 4 લોકોએ લાકડી-ધોકાથી હુમલો કર્યો હોવાનો આરોપ ઉઠ્યો છે. મોડીરાત્રે ભાજપના જ કાર્યકરો વચ્ચે મારામારી થઈ હોવાની જાણ થતાં ખુદ સાંસદ નારણ કાછડિયા બંને જૂથને શાંત કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં પણ સાંસદ નારણ કાછડિયા અને કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. તો આ હુમલાની ઘટનામાં અમુક કાર્યકરો ઈજાગ્રસ્ત થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોડીરાત્રે ભાજપના જ બે જુથ વચ્ચે મારામારી થતા અમરેલીમાં બબાલ થઈ હતી. સામા પક્ષે પણ ભાજપના જ કાર્યકર્તાઓ જ હતા. હુમલાના સ્થળે સાંસદ કાછડિયા પણ પહોંચ્યા હતા. બને જૂથને શાંત પાડવા પહોંચેલા સાંસદ કાછડિયા અને કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે બંને જુથના કાર્યકરોને હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
જોકે, આ સમગ્ર મામલે હજુ સુધી કોઇપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. તો બીજી તરફ, અમરેલીમાં ભાજપના ઉમેદવાર બદલવા માટે ઉગ્ર રજૂઆત કરાઈ છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની હાજરીમાં ઉમેદવારને બદલવા રજૂઆત કરાઈ. ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે એક કલાકથી પણ વધુ સમય સુધી ચાલી બેઠક ચાલી હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમા દિલિપ સંધાણીના નિવાસ સ્થાનેથી બહાર નીકળતા જ કાર્યકરોએ ઘેરાવ કર્યો હતો. 200થી વધુ ભાજપ કાર્યકરોએ ઘેરાવ કરતાં નેતાઓ મુંઝવણમાં આવી ગયા હતા. દિલીપ સંઘાણી, નારણ કાછડિયાનો રોષ ઠંડો પાડવાનો પ્રયાસ કરાયો હતો. તેમણે રજૂઆત કરી કે, અહી ભરત સુતરિયા કોઈપણ સંજોગોમાં નહીં ચલાવી લેવાય.
તો બીજી તરફ, કાર્યકર્તાઓની લાગણી યોગ્ય જગ્યાએ પહોંચાડવા ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ હૈયાધારણા આપી હતી. આમ, અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર બદલવા મુદ્દે આગામી દિવસોમાં વિરોધ ઉગ્ર બને તેવી સંભાવનાઓ છે. અમરેલી ભાજપના ઉમેરવાર ભરત સુતરિયાને બદલવા માટે લાંબા સમયથી માંગણી થઈ રહી છે. પહેલા પોસ્ટર વોર અને સોશ્યલ મીડિયામાં વિરોધ કરનારા સામે ખુલીને બોલવા લાગ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500