Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આ કઈ નવું લાવ્યા હાં ! ભાજપના પ્રચાર ગીતો ગાતો અને પેમ્પેલેટ વહેંચતો રોબો થયો ફરતો

  • November 18, 2022 

ગુજરાતની ચૂંટણીમાં આ વખતે રોબોટની એન્ટ્રી થઈ છે. ભાજપે આ વખતે હાઈટેક અભિયાન અપનાવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે રોબોટ પણ ભાજપે ઉતાર્યા છે.ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. પ્રથમ તબક્કાના મતદાનને હવે માત્ર 13 દિવસ બાકી છે. આ ચૂંટણીમાં તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ત્યારે BJPએ આ ચૂંટણીમાં પોતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે એક અનોખો પ્રયોગ કર્યો છે. આ વખતે ગુજરાત ચૂંટણીમાં ભાજપ રોબોટથી પ્રચારમાં ઉતરી છે.




ડોર ટુ ડોર પ્રચાર પણ કરશે

ભાજપે ચૂંટણી પ્રચારમાં એક એવો રોબોટ લોન્ચ કર્યો છે, જેમાં ભાજપ પાર્ટીના ગીતો પહેલાથી જ ઇન્સ્ટોલ કરેલા છે તેમજ આ રોબોટ લોકોને ભાજપના પેમ્પલેટ પણ વહેંચી રહ્યો છે. પાર્ટીનું કહેવું છે કે તેઓ આ રોબોટનો ઉપયોગ ડોર ટુ ડોર પ્રચાર પણ કરશે.




આ રીતે પ્રચારનું કરે છે કામ રોબોટ

આ રોબોટમાં સ્પીકર પણ લગાવવામાં આવેલ છે. આ રોબોટની મદદથી વિધાનસભા ચૂંટણીના પ્રચાર કામમાં ઘણી મદદ મળશે. રોબોટને પાર્ટીના પ્રી-રેકોર્ડેડ સ્લોગન સાથે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે,જે સમયાંતરે વગાડવામાં આવે છે. આ અનોખી રીતે ભાજપના પ્રચાર પ્રસાર સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ત્રિકોણીય જંગ બની ગયો છે. આ વખતે ભાજપે તેના 30 ટકા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ પણ કાપી નાખી છે. ગુજરાતમાં આ વખતે 182 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં મતદાન થશે. 89 વિધાનસભા બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે યોજાશે. બીજા તબક્કાનું બાકીનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. ત્યારે પ્રથમ તબક્કાના પ્રચાર પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.



ભાજપનો પ્રચારનો અનોખો કિમીયો

આ ચૂંટણીના પરિણામો ત્રણ દિવસ પછી 8મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ભાજપે આ વખતે પણ ભૂપેન્દ્ર પટેલને પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસમાં આ ચહેરો જાહેર જ નથી. ત્યારે ત્રણેય પાર્ટી કરતા ભાજપે આ વખતે અનોખી પ્રચારની થીયરી અપનાવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News