Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાકરદા પાસે વિદેશીદારૂ ભરેલી રીક્ષા પકડાઈ

  • September 13, 2020 

ઉચ્છલ તાલુકાના સાકરદા ગામ પાસે પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન એક રીક્ષા  નંબર જીજે/05/એઝેડ/9587 માં તપાસ હાથ ધરતા રીક્ષા માંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશદારૂ અલગ અલગ બ્રાન્ડની કુલ 481 બટલીઓ મળી આવી હતી.

 

જેની કિંમત રૂપિયા 26,194/- ના મુદ્દામાલ સાથે રીક્ષા ચાલક સાગર દગડુ ચૌધરી રહે,જોળવા ગામ તા.પલસાણા જી.સુરત નો ઝડપાઇ ગયો હતી.તેની પૂછપરછમાં દારૂનો જથ્થો એમ.ડી.વાઈન શોપ તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) ખાતેથી ભરી લઇ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ જીતુભાઈ શંકરભાઈ ની ફરિયાદ આધારે ઈંગ્લીશદારૂ અને રીક્ષા સહિત નો કુલ રૂપિયા 41,194/- નો મુદ્દામાલ જપ્ત કરી રીક્ષા ચાલક વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરી વાઈન શોપના મેનેજર ને વોન્ટેડ જાહેર કર્યો હતો..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application