Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં રાજ્યકક્ષાનાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણીનાં ઉપલક્ષ્યમાં આદિજાતિ રાજ્યમંત્રીનાં અધ્યક્ષ સ્થાને સમિક્ષા બેઠક યોજાઇ

  • August 08, 2023 

આગામી 9મી ઓગસ્ટે તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના રાજ્યકક્ષાના કાર્યક્રમના ઉપલક્ષ્યમાં આયોજન અંગે ગુજરાતના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામવિકાસના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા કલેક્ટરશ્રી ડૉ વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે સમિક્ષા બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતીએ અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે, લાભાર્થીઓને આ કાર્યક્રમ અંગે જાગૃત કરવામાં આવે, આ સાથે લાભાર્થીઓની બસમાં લાઇઝન અધિકારી નિમવામાં આવે, તથા બસો બહારથી મંગાવવાની જરૂર પડે તો જાહેર જનતાને આવન જાવનમાં અવ્યવસ્થા ના થાય તેની તકેદારી રાખવી એમ ઉમેર્યું હતું.



વધુમાં તેમણે મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમમાં કોઇ અસગવડ ન થાય અને ભવ્ય ઉજવણી થાય તેવી વ્યવસ્થા કરવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત સભાસ્થળ ઉપર કોઇ પણ વ્યક્તિ કાળા રંગના કપડા પહેરીને ત્યા ન આવે તેવી વ્યવસ્થા કરવી, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય અને સ્વચ્છતા અંગેની વ્યવસ્થા, સભાસ્થળ ઉપર લાઇટની વ્યવસ્થા, તથા ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમને અનુલક્ષીને આનુસાંગિક વ્યવસ્થા કરવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ સાથે વિવિધ યોજનાઓના તમામ લાભાર્થીઓ, સખી મંડળની તમામ બહેનો, જંગલ જાણવણીની મંડળીઓ, દુધ મંડળીના સભાસદો આ કાર્યક્રમમા બહોળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવે તેવું આયોજન કરવઆ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application