વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઓગસ્ટ માસના બીજા પખવાડિયામાં યોજનારા મોકડ્રીલના આગોતરા આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની સમયાંતરે યોજાતી બેઠકમાં કલેક્ટરશ્રીએ વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પધારનાર પર્યટકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે ક્વિક રિસ્પોન્સ, રિસ્પોન્સ પ્લાન, તંત્ર અને સી.આઈ.એસ.એફ. વચ્ચે સુદ્ઢ સંકલન સહિતની વિસ્તૃત સમીક્ષા કરીને સંબંધિત વિભાગના અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓને રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતા.
સંભવત: દુર્ઘટના સર્જાયા બાદ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ તંત્ર, સીઆઈએસએફ દ્વારા ત્વરિત રિસ્પોન્સ મળવાની સાથે તાત્કાલિક અને ઝડપી રાહત-બચાવના પગલા સાથે જાન-માલને નહીવત નુકસાન થાય તેના આગોતરા આયોજન અને પૂર્વ તૈયારીના ભાગરૂપે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઇન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદારએ પણ ખુબ સુંદર રીતે વિપરિત પરિસ્થિતિના રોડ મેડ તથા સંબંધિત વિભાગોની ભૂમિકા-કામગીરી અંગે પ્રેઝન્ટેશનના માધ્યમથી કલેક્ટર સમક્ષ પ્રસ્તુત કર્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500