નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ જિલ્લામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરૂ આયોજન કરવા પ્રભારી સચિવ કે.કે.નિરાલાએ કરેલી તાકિદ નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ, નવસારી ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. નવસારી જિલ્લા સમીક્ષા બેઠકમાં પ્રભારી સચિવ કે.કે.નિરાલાએ પુરવઠા વિભાગ, આરોગ્ય, પાણી પુરવઠા, આઈ.સી.ડી.એસ., નગરપાલિકા, કૃષિ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આગામી સમયમાં પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને આગોતરૂ આયોજન કરી, પાણી પુરવઠાની યોજનાઓ ઝડપથી પૂર્ણ થાય તે માટેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. નવસારી જિલ્લામાં કુપોષણની સ્થિતિ અંગેની ચર્ચા કરી સૌના સહયોગથી જિલ્લાને કુપોષણ મુકત બનાવવા અનુરોધ કર્યો હતો. પ્રભારી સચિવશ્રીએ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ટીબી મુકત અભિયાન, કોવિડ-૧૯ આયોજન તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500