તારીખ ૨૫મી જુલાઇએ ગિરિમથક સાપુતારા ખાતે પધારનારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની મુલાકાતને લઈ, જિલ્લા વહીવટી તંત્રે આનુશાંગિક કામગીરીઓ આરંભી દીધી છે. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ સબંધિત કરવાની થતી પ્રોટોકોલ મુજબની કામગીરી બાબતે, સંબંધિત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપતા ઇન્ચાર્જ કલેકટરશ્રી બી.બી.ચૌધરીએ વિગતે સમીક્ષા હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે, કે, તા.૨૪ અને ૨૫ જુલાઇ-૨૦૨૪ ના રોજ ગિરિમથક સાપુતારા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ‘ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા (ભાજપા) ની વિસ્તૃત બેઠક'નું આયોજન કરાયું છે. જેમાં તા.૨૫ મી જુલાઈએ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહેનાર છે. બે દિવસિય બેઠકમાં આદિજાતિ મોરચા (ભાજપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રદેશ પ્રમુખ, પ્રદેશ સંગઠન પ્રભારી સહિત ગુજરાતનાં આદિજાતિ જિલ્લાઓના સંગઠન પદાધિકારીઓ ઉયપસ્થિત રહેશે. કાર્યક્રમના સૂચારૂ અમલીકરણ અને આયોજન વ્યવસ્થા અર્થે યોજાયેલી બેઠકમાં, જિલ્લા ભાજપા પ્રમુખ, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી જિલ્લાના નાયબ વન સરક્ષકો, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી સહિતના સબંધિત ઉચ્ચ/વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500