Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારત સરકારના જિલ્લાના નોડલના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજન અંગે સમિક્ષા બેઠક યોજાઈ

  • November 11, 2023 

રાજયના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરીકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા રાજયના અનુસૂચિત આદિજાતિ વિસ્તારમાં તા.૧૫/૧૧/૨૦૨૩(જનજાતિય ગૌરવ દિવસ) અને બાકીના તમામ જિલ્લાઓમાં નવેમ્બર-૨૦૨૩ના તૃતિય સપ્તાહથી વિકસીત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેની રીવ્યુ મિંટીંગ નોડલ અધિકારીના અધ્યક્ષસ્થાને મળી હતી. ભરૂચ જિલ્લાના નોડલ અધિકારી દ્રારા ડીપાર્ટમેન્ટની થયેલી કામગીરીની સમિક્ષા કરી રિવ્યુ લઈ જરૂરી માર્ગદર્શન આપી રચનાત્મક સૂચનો આપ્યા હતા.



ઉપસ્થિત લાઈઝનીંગ અધિકારીઓને આઉટ ઓફ બોક્સ વિચારી નવા આઈડી્યા પર કામ કરવા પ્રેરણા આપી હતી. આ અભિયાનમાં ૧૭ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાઓના શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં નિદર્શન, પ્રદર્શન, પ્રચાર-પ્રસાર અને અન્ય આનુષાંગિક કામગીરી કરવામાં આવશે. જયારે ગ્રામીણ કક્ષાએ રથના ભ્રમણ દરમિયાન વડાપ્રધાનશ્રીનો સંદેશ તથા સંકલ્પ વિડિયો પ્રસારિત કરાશે. વિકસિત યાત્રા અન્વયે પ્રારંભિક મુવીનું પ્રસારણ, સાંસ્કૃતિક પ્રદર્શન, સ્થળ પર યોજનાકીય ક્વિઝ અને એવોર્ડ વિતરણ, લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ, સફળ મહિલાઓ તેમજ સ્થાનિક રમતવીરનું સન્માન, ગ્રામ પંચાયતની સિધ્ધિઓ–લેન્ડ રેકોર્ડનું ૧૦૦ ટકા ડીઝીટાઇઝેશન, ઓડીએફ સ્ટેટસ, જલ જીવન મિશનના લાભ, પ્રાકૃતિક ખેતી સફળતાપૂર્વક કરનાર ખેડૂતો સાથે વાર્તાલાપ, સોઇલ હેલ્થ કાર્ડની કામગીરી વગેરે કરવામાં આવશે.



આ સાથે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામયાત્રા, ગ્રામસભાનું આયોજન, જનભાગીદારી સાથે સ્વચ્છતાના કાર્યક્રમ, શાળા-કોલેજો ખાતે સ્પર્ધાનું આયોજન, સ્થળ ઉપર યોજનાઓના લાભ આપવા કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે દરેક ડીપાર્ટમેન્ટના લાઈઝનીંગ અધિકારીઓની થઈ રેહલી કામગીરીની સમિક્ષા બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ યોજનાઓનો લાભ મળવાપાત્ર હોય તેવા તમામ લાભાર્થી સુધી પહોંચીને યોજનાઓનો લાભ આપવો, પ્રચાર-પ્રસાર દ્વારા રાજ્યની સર્વે યોજનાઓની માહિતી તમામ લોકો સુધી પહોંચાડવી, યાત્રા દરમિયાન લાભ મળવાપાત્ર હોય એવા લાભાર્થીઓની નોંધણી કરવી, વિવિધ યોજનાકીય કામગીરીના યોગ્ય પ્રચાર–પ્રસાર થકી રાજયની જનતાની સામાજિક અને આર્થિક પ્રગતિને ઉજાગર કરવી તેમજ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણનો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application