આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા. ૧૦/૦૬/૨૦૨૨ ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા ખાતે કાર્યક્રમ અન્વ્યે આજરોજ કૃષિ, ઉર્જા પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા સેવા સદનના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.
બેઠકમાં મંત્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આગામી તા.૧૦ જૂન, ૨૦૨૨ના રોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ખાતેના કાર્યક્રમમા પધારનાર છે. જેના માટે તાપી જિલ્લાના લાભાર્થીઓને કાર્યક્રમના સ્થળે લાવવા લઇ જવા અંગેની વ્યવસ્થા, તેઓના ભોજન-પાણીની વ્યવસ્થા અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
આ સાથે સ્થળ પર બેઠકની યોગ્ય વ્યવસ્થાને લગતી ઉપયોગી માહિતી તેમજ જરૂરી અન્ય વ્યવસ્થા જેમા મેડિકલ ટીમ, નોડલ ઓફિસર વગેરેની વિગતવાર માહિતી મેળવી હતી. અંતે તાપી જિલ્લામાં વર્ચ્યુઅલ કાર્યક્રમ અને તેમા ઉપસ્થિત રહેનાર લોકો માટે સુવિધાઓ ઉપરાંત સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે અધિકારીઓ સાથે પણ પરામર્શ કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500