નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એમ.એ.ગાંધીના અધ્યક્ષતા અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુની ઉપસ્થિતિમાં પ્રજાજનોની સુખાકારી અને પ્રાથમિક સવલતો માટે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસા દરમિયાન પાણીના સંગ્રહની વ્યવસ્થા ગોઠવવા, અમલીકૃત યોજનાઓ થકી ગામો સુધી પહોંચાડવામાં આવેલ પાણીની વ્યવસ્થા, ડીજીવીસીએલ તથા પાણી પુરવઠા સાથે મળીને થાંભલા ઉભા કરવા સહિતની તમામ કામગીરી અંગે ગાંધી માહિતગાર થયા હતા.
ગાંધીએ પાણી સંબંધિત યોજનાકીય માહિતી, લાભો સહિતની અન્ય વ્યવસ્થાઓને આયોજનબદ્ધ રીતે કરી પ્રજાના પ્રશ્નોનો ત્વરિતપણે નિકાલ આવે તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરુ પાડી વહેલીતકે કામગીરી પૂર્ણ કરવા કેટલાંક રચનાત્મક સૂચનો આપ્યા હતા. ગાંધીએ નર્મદા જિલ્લામાં નિર્માણાધિન 75 અમૃત સરોવરની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. જ્યાં ગ્રામ વિકાસના નિયામકશ્રીએ સરોવર તથા બ્યુટિફિકેશન સહિતની તમામ કામગીરીની ઝીણવટપૂર્ણ માહિતીથી વાકેફ કર્યા હતા. આ બેઠકમાં કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ પણ સંબંધિક અધિકારીશ્રીઓને અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીને સરાહના કરીને કામગીરીને વધુ વેગવાન બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application