માહિતી વિભાગ, ભરૂચ : રાજ્યના ગ્રામ્ય/શહેરી વિસ્તારો ગાર્બેજ ફ્રી થાય અને પ્લાસ્ટિકના કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તે હેતુથી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ અમલમાં આવેલ છે. જે અંર્તગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સુરત વર્તુળના RCMના અધ્યકક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, આમોદ નગર પાલિકાના સર્વે પ્રમુખશ્રીઓ, પોલિસ અધિકક્ષ, નિવાસી અધિક કલેક્ટર અને મુખ્ય અધિકારીશ્રીઓ વગેરે હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application