જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષતામાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા અંગેની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, નાયબ વન સંરક્ષક નિરજકુમાર, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ. ગાંધી, ડી.વાય.એસ.પી.. પી.આર.પટેલ, આર.ટી.ઓ, નિમિષા પંચાલ, નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, દેડિયાપાડાના પ્રાંત અધિકારી આનંદ ઉકાણી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં હથિયાર પરવાના અંગેના બે કેસો પેન્ડીંગ અંગે તથા બે રિન્યુઅલ કેસો બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને અશાંત ધારા અંગે તથા તડીપાર, પાસા અંગેના કેસોની સમીક્ષા કરાઈ હતી. લેન્ડ ગ્રેબિંગ તથા નેશનલ હાઇવે પર હોટલો દ્વારા રોડના કટ આઉટ તેમજ નર્મદા પરિક્રમામાં પોલીસ બંદોબસ્ત તેમજ ટ્રાફિક નિયમન અને કોર્ટ કેસ અંગે સમીક્ષા કરવામાં આવી હતી તેમજ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ જળવાઈ રહે અને જાહેર નામાની અમલવારી તેમજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકશન જેવી બાબતો ઉપર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક પૂર્વે રોડ સેફટી અંગેની બેઠક પણ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં જિલ્લાના રસ્તા ઓવર હાઈ સ્પીડ વાહનો જતા હોય ત્યારે અકસ્માત ન સર્જાય તે માટે જરૂરી બમ્પ અને આર. ટી. ઓ, ટ્રાફિક અને પોલીસ વિભાગ તથા માર્ગ મકાન વિભાગના અધિકારી સાથે રહીને જ્યાં બ્લેક સ્પોર્ટ અકસ્માત ઝોન હોય ત્યાં કાયમી નિરાકરણ આવે તેવી વ્યવસ્થા વિકસાવવા તાકિદ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500