માહિતી વિભાગ દ્વારા સુરત, સુરત જિલ્લાના માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે આદિજાતિ વિકાસ રાજયમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષતામાં વિકાસકાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. મંત્રીશ્રીએ બેઠકમાં શિક્ષણ, આરોગ્ય, બાંધકામ સહિત વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરી વધુ પારદર્શક બનાવવાની સાથે વિકાસ કામોની સમીક્ષા કરી હતી.
બેઠકમાં વિવિધ વિભાગના કર્મચારીઓને વિકાસ કાર્યો ઝડપી પૂર્ણ કરવા માટે મંત્રીશ્રીએ તાકીદ કરતા જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુ પૂર્વે રોડ-રસ્તા, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ અને ગટર લાઇન, શૌચાલય, પીવાના પાણીની લાઈન, પેવર બ્લોક, હેડ પમ્પ, નદી નાળા પરના પુલ, એલઈડી સ્ટ્રીટ લાઈટ, ગ્રામ તળાવ, સી.સી.ટીવી કેમેરા સહિત વિવિધ ક્ષેત્રના ચાલી રહેલા કાર્યો ઝડપી પુર્ણ થાય તે જરૂરી છે.
પ્રાથમિક સુવિધાના કાર્યોને પ્રાથમિકતા આપીને પૂર્ણ કરવા માટે સંબધિત અધિકારીઓને સુચના આપી હતી. વધુમાં મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ અધિકારીઓને સત્વરે પ્રજાના પડતર પ્રશ્નો ઝડપથી ઉકેલી લાવી સમસ્યાઓ દૂર કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ, માંડવી તા.પં.ઉપપ્રમુખ, તા.પંચાયતના એસઓ, આસિસ્ટન્ટ ટીડીઓ, જિલ્લા પંચાયત સભ્ય, ગામ પંચાયત સભ્ય સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500