Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાણીઆંબા પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષકે દિકરીના લગ્ન નિમિત્તે બાળકોને તિથિ ભોજન કરાવ્યું

  • March 18, 2023 

સોનગઢ તાલુકામાં આવેલ રાણીઆંબા પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષક ગણપતભાઈ એમ ચૌધરીએ પોતાની દિકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે શાળાના બાળકોને તિથિ ભોજન કરાવ્યું હતું.

તિથિ ભોજનમાં દાળ,ભાત,શાક,પૂરી,ખમણ અને શ્રીખંડની વાનગી પીરસવામાં આવી હતી. ખૂબ જ સેવાભાવી ગણપતભાઈએ અગાઉ પણ સોનગઢ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં ઉનાળામાં પક્ષીઓને પાણી પીવાના કુંડા રૂા. ૧૦ હજારના ખર્ચે અર્પણ કર્યા હતા. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શૈલેષભાઈ પરમારે સામાજીક પ્રવૃત્તિઓ કરવા બદલ ગણપતભાઈની કામગીરીને બિરદાવી અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય ભાવીનગિરિ તથા શાળા પરિવાર અને સ્ટાફ મિત્રોએ ગણપતભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application