Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગરમાં વ્યાજખોરનાં ત્રાસથી કંટાળી નિવૃત્ત પોસ્ટમેને આપઘાત કર્યો

  • June 17, 2024 

ગાંધીનગર શહેર જિલ્લામાં વ્યાજખોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે સેક્ટર 24માં વ્યાજખોરનાં ત્રાસથી કંટાળીને નિવૃત્ત પોસ્ટમેન દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હતો. ઘરમાંથી મળી આવેલી ચિઠ્ઠીના આધારે મૃતકની પત્નીએ સેક્ટર 21 પોલીસ મથકમાં કોલવડાના વ્યાજખોર સામે ફરિયાદ આપતા પોલીસે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગર શહેરના સેક્ટર-24માં સહયોગ એપાર્ટમેન્ટમાં રહેતા જ્યોતિબેન માવજીભાઈ સોલંકી ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પતિ પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા હતા અને વર્ષ 2021માં નિવૃત્ત થયા હતા પરિવારમાં બે દીકરીઓ છે.


જે બંને પણ આવેલી છે ત્યારે એક દીકરી ધારાની તબિયત બગડી હોવાથી તે તેમના ઘરે ગયા હતા અને તેમના પતિ સેક્ટર 24નાં મકાનમાં હતા. આ દરમિયાન ગત સોમવારના રોજ સવારના સમયે ફોન કરતા તેમના પતિએ ફોન ઉપાડયો ન હતો. જેના કારણે સેક્ટર 24માં જ રહેતા તેમના ભાઈને જાણ કરી હતી અને તેઓ ઘરે પહોંચ્યા ત્યારે માવજીભાઈ ઘરના રૂમમાં પંખા સાથે આપઘાત કરેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી તે અને તેમની પુત્રીઓ તુરત જ ઘરે પહોંચ્યા હતા. આ ઘટના સંદર્ભે સેક્ટર 21 પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. બીજી બાજુ જ્યોતિબેન ઘરની સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન ફ્રીજ નીચેથી તેમના પતિ માવજીભાઈએ લખેલી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી.


જેમાં ઉલ્લેખ કર્યો હતો કે, મે અગાઉ કોલવડા ખાતે રહેતા અને સેક્ટર ૨૩માં મહાદેવ ઓટો કન્સલ્ટન્ટ નામે કારનો લે વેચનો ધંધો કરતા વિજયસિંહ વાઘેલા પાસેથી પાંચ ટકા વ્યાજે રૂપિયા લીધા હતા. જે પેટે ચેક પણ આપ્યા હતા. જે રૂપિયા પરત આપી દીધા બાદ પણ ચેક આપ્યા ન હતા અને રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી. એટલું જ નહીં ઘરે આવીને બદનામી કરવાની અને ચેક જમા કરીને પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. જેથી ત્રાસીના તેમના પતિ દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હતો. હાલ સેક્ટર 21 પોલીસ દ્વારા વિજય સિંહ વાઘેલા સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application