Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનો માટેની રિફ્રેશર તાલીમ યોજાઇ

  • February 23, 2023 

તાજેતરમાં તાપી જિલ્લા ડો.આંબેડકર ભવન વ્યારા ખાતે "સંકલીત બાળ વિકાસ યોજના” અંતર્ગત આંગણવાડી કાર્યકરો બહેનોની રિફ્રેશર તાલીમ રાખવામા આવી હતી. આંગણવાડી કાર્યકર બહેનોને ક્ષમતાવર્ધન તથા યોજનાની અધતન માહિતી મળી રહે અને તેમના કાર્યક્ષેત્રમા યોજનાના અમલીકરણમા મુશ્કેલી ન પડે તે હેતુથી આ તાલીમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આંગણવાડી કાર્યકરો ગ્રામ્યકક્ષાએ પાયાના કાર્યકર છે અને ગ્રામ્યકક્ષાએ મહિલાઓની સમસ્યાથી અવગત હોય છે, સાથે જ ગામના લોકો તેમના પર વધારે વિશ્વાસ કરતા હોય છે.









જેથી આ બહેનોને મહિલાઓને લગતા વિવિધ કાયદા, જેવા કે ધરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫, દહેજ પ્રતિબંધક અધિનિયમ, ભરણ પૌષણનો કાયદો, અને બહોનોને ઉપયોગી વિવિધ સરકારી માળખા જેમકે, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન", "સખી" વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર, વિવિધલક્ષી માલા કલ્યાણ કેંદ્ર, કાનુની સેવા સતા મંડળ અને નારી અદાલત જેવી વિવિધ મહિલાલક્ષી યોજના વિશે મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ડો.મનીષાએ મુલતાનીના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ અધિકારીની કચેરીના તજગ્નો દ્વારા આપવામાં આવી હતી. વધુમાં મહિલાઓને મદદરૂપ થવા માટે ગ્રામ્યકક્ષાએ જાગૃતતા લાવવી અને મહિલાઓને લાભ અપાવવા જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application