માહિતી વિભાગ, તાપી : તાપી જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ તાપી જિલ્લામાં કલેક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીના સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા સેવા સદનના સભા ખંડ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાના અરજદારો દ્વારા દુધ મંડળીના સભાસદ તરીકેના, પેન્શન અંગે, દેરકાયદેસર દબાણ અંગે, પાણીની સુવિધા અંગે, બસના રૂટ અંગે, ગામમા સ્મશાનભૂમી બનાવી આપવા અંગે જેવા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા સ્વાગત અંતગર્ત જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત અરજદારોના વણઉકેલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીઓ સાથે વિગતે ચર્ચા કરી અરજદારોના પ્રશ્નોનું ઝડપથી અને સમય મર્યાદામાં નિરાકરણ કરવા માટે સૂચના આપી હતી.
આમ, જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત કુલ-૧૩ અરજીઓમાંથી તમામ ૧૩ અરજીઓનો હકારાત્મક નિકાલ તથા તાલુકા કક્ષાએ તાલુકા વાર યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં કુલ-૭૦ અરજીઓમાંથી તમામ ૭૦ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. તાલુકા વાર જોઇએ તો, નિઝર તાલુકામાં ૦૬ અરજીઓ, ઉચ્છલ તાલુકામાં ૦૬ અરજીઓ, સોનગઢ તાલુકામાં ૦૯ અરજીઓ, વ્યારા તાલુકામાં ૧૮ અરજીઓ, વાલોડ તાલુકામાં ૧૪ અરજીઓ, કુકરમુંડા તાલુકામાં ૦૮ અરજીઓ અને ડોલવણ તાલુકામાં ૦૯ અરજીઓ મળી કુલ-૭૦ અરજીઓનો હકારાત્મક નિકાલ તાપી જિલ્લા તંત્ર દ્વારા લાવવામાં આવ્યો છે. નોંધનિય છે કે, દર મહિનાના ચોથા ગુરુવારે સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવે છે જે પ્રશ્નોનું આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર નાગરિકો અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500