મનિષા એસ.સુર્યવંશી/તાપી : ઉચ્છલના આનંદપુરની ગામના વિસ્તારમાં રેલ્વેનું ટ્રેક ઉપર કામ કરતો રેલ્વે ટ્રેકમેન પાણીની બોટલ લઇ પાણી લેવા માટે ગયો અને તેને રસ્તે કાળ ભેટી ગયો હતો, આ અકસ્માતના બનાવમાં રેલ્વે ટ્રેકમેનનું ટ્રેક અડફેટે ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ઉચ્છલ તાલુકાના આનંદપુર ગામની સીમમાંથી પસાર થતી સુરત-ભુસાવલ રેલ્વે લાઈન પર કામ કરી રહેલા કેટલાક રેલ્વે ટ્રેકમેન પૈકીનો ધર્મેન્દ્રકુમાર રામક્રિષ્ના હાલ રહે.ભડભૂંજા ગામ સ્ટેશન ફળિયું તા.ઉચ્છલ મૂળ રહે.રસુલપુર જી.કોસંન્બીયા (યુપી)ને તરસ લાગતા પ્લાસ્ટિકની બોટલ લઈને ચાલતા- ચાલતા પાણી ભરવા માટે ગયો હતો તે દરમિયાન આનંદપુર ગામની સીમમાં આવેલ વીર વચ્છરાજ હોટલની સામે નેશનલ હાઈવેની વચ્ચે ટ્રક નંબર જીજે-૩૭-ટી-૭૫૧૪ના ચાલકે ધર્મેન્દ્રકુમારને અડફેટે લેતા તેને ગંભીર હાલતમાં ઈમ્જ્ન્સી સેવા ૧૦૮ની મદદથી વ્યારા જનરલ હોસ્પિટલખાતે લઇ જવામાં આવ્યો હતો.
જોકે બાદમાં તબિયત વધુ લથડતા સુરતની હોસ્પિટલમાં રીફર કરવામાં માટે લઇ જવામાં આવતા રસ્તે વધુ તબિયત બગડતા ધર્મેન્દ્રકુમાને પલસાણાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હો,જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે રેલ્વે ટ્રેકનું કામ કરાવતા જમાદાર ઇલ્યાસ તૈલીની ફરિયાદના આધારે ૨૧મી ઓક્ટોબર નારોજ ટ્રક નંબર જીજે-૩૭-ટી-૭૫૧૪ના ચાલક સામે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500