Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનારપાડામાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો : સોનગઢનગર પાલિકાના શાસકોને કોઈ પૂછવા વાળું નથી,અધિકારીઓ પાસે પણ કોઈ હિસાબ માંગતું નથી !! તાપી જિલ્લા કલેક્ટરશ્રી બાંધકામોની વિગત મંગાવે તે જરૂરી

  • January 17, 2023 

સોનગઢ નગર પાલિકામાં ભ્રસ્ટ પદાધિકારીઓ અને અધિકારીઓની મીલીભગતથી પાલિકાના વિસ્તારોમાં જ્યાં જુવો ત્યાં ગેરકાયદેસરના બાંધકામો બિલાડીની ટોપની જેમ ફાટી નીકળ્યા છે. ત્યારે તાપી જિલ્લા કલેક્ટરશ્રી નગરમાં સોનગઢનગર પાલિકા વિસ્તારમાં આવતું સોનારપાડા ગામમાં ચાલતું ગેરકાયદેસરના બાંધકામો વિરૂધ્ધ તાત્કાલીક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બન્યું છે.




આધારભુત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોનગઢ નગર પાલિકાનો વિસ્તારમાં જ્યાં જુવો ત્યાં ગેરકાયદેસરના બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે પછી તે બાંધકામો રહેણાંક હેતુસરના હોય કે પછી વાણીજ્ય હેતુસરના આવા ગેરકાયદેસરના બાંધકામો પાછળ નગર પાલિકાના જવાબદાર ભ્રસ્ટ અધિકારીઓ અને પાલિકાના પદાધિકારીઓએ ગાંધીછાપના વહિવટ સિવાય બીજું કશું કર્યું નથી તેમ લાગી રહ્યું છે.




વિકાસ પરવાનગીની મંજુરી પ્લાન, નકશા મુજબ મળી હોય કે ન મળી હોય, ગેરકાયદેસર બાંધકામ કરો પણ કંઇ નહીં.

કારણ કે, સોનગઢ નગર પાલિકા વિસ્તારમાં કોઇ પણ પ્રકારનું બાંધકામ કરવું હોય તો સૌ પ્રથમ વિકાસ પરવાનગીની મંજુરી મેળવવા માટે પ્લાન, નકશા સાથે અરજી કરવી પડવી પડતી હોય છે વિકાસ પરવાનગી મંજુર થયા બાદ શરતોને આધિન બાંધકામ કરવું પડતું છે પરંતુ સોનગઢ નગર પાલિકાના ભ્રસ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓ ગાંધીછાપનો વહિવટ કરી તમામ નિતી નિયમોને નેવે મુકી કોઇપણ પ્રકારના બાંધકામને મંજુરીની મ્હોર લગાવી દેવામાં આવતી હોય છે. ત્યાર બાદ વિકાસ પરવાનગીની મંજુરી પ્લાન, નકશા મુજબ મળી હોય કે ન મળી હોય, ગેરકાયદેસર બાંધકામ કરો પણ કંઇ નહીં.




ગેરકાયદેસર બાંધકામો બીલાડીની ટોપની જેમ ફાટી નીકળ્યો છે

ત્યારે સોનગઢ નગરમાં હાલ ચાલી રહેલા ગેરકાયદેસરના બાંધકામો નગર પાલિકા હદ વિસ્તારમાં થઇ રહ્યા છે.તે તમામ બાંધકામો સ્થાનીક રાજકીય આગેવાનો સાથે ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોની મીલીભગતથી જ નગરમાં ગેરકાયદેસર બાંધકામો બીલાડીની ટોપની જેમ ફાટી નીકળ્યો છે. જેનો જીવતો જાગતો પુરાવો સોનગઢ નગર પાલિકા વિસ્તારમાં જોવા મળી રહયો છે.




બ્લોક નંબર ૭૬/૧/A/૨ વાળી જમીનમાં ચાલી રહેલા બાંધકામની વિકાસ પરવાનગીની રજા ચીઠ્ઠી મળી છે કે કેમ ?

સોનગઢ નગર પાલિકા વિસ્તારમા આવતું સોનારપાડા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-૫૩ ને અડીને આવેલ બ્લોક નંબર ૭૬/૧/AAએ/૨ વાળી જમીનમાં ચાલી રહેલા બાંધકામની વિકાસ પરવાનગીની રજા ચીઠ્ઠી મળી છે કે કેમ ? સોનગઢ નગરમાં ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે.જોકે તે એક તપાસનો વિષય બન્યો છે,ત્યારે આ બાંધકામ સહિત નગરમાં ચાલી રહેલા તમામ બાંધકામોની વિગતો તાપી જિલ્લા કલેક્ટરશ્રી સોનગઢ નગર પાલિકાના ચીફ ઓફીસર પાસે મંગાવી તપાસ હાથ ધરે તો ગેરકાયદેસરના બાંધકામોનું મસમોટું ભોપાળું બહાર આવી શકે તેમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application