ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે DRIએ સિંગાપોર નિકાસ કરવા જઇ રહેલા એક કન્ટેનરમાંથી લગભગ 10.23 મેટ્રિક ટન લાલ ચંદન લાકડીઓ જપ્ત કરી છે જેની કીંમત લગભગ રૂપિયા 6 કરોડ આંકવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, DRIને ગુપ્ત માહિતી મળી હતી કે, લાલ ચંદનની લાકડીની દાણચોરી સિંગાપોરમાં વીજળી સામગ્રી બતાવી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતીનાં આધારે DRIનાં અધિકારીઓએ ICD પલવલમાં નિકાસ માટે તૈયાર કન્ટેનરને રોક્યો હતો.
નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, DRIએ 10.23 મેટ્રિક ટન લાલ ચંદનની લાકડી સિંગાપોર જઇ રહેલા સામાનમાંથી જપ્ત કરી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કીંમત રૂપિયા 6 કરોડ આંકવામાં આવી છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, નોઇડા એસઇઝેડ સ્થિત એક એકંમના નકલી દસ્તાવેજને આધારે આ કન્ટેનરમાં સામાન રાખી નિકાસ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. DRIએ અગાઉ પણ આવા જ પ્રકારની દાણ-ચોરીનો પર્દાફાશ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500