Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શિરપુરથી બારડોલી આવતી પિકવાનમાંથી દારુનો જથ્થો ઝડપાયો

  • December 18, 2020 

મહારાષ્ટ્રના શિરપુરથી બારડોલી આવતી શાકભાજી ભરેલ પિકઅપ વાનમાંથી દારૂનો જથ્થો કોબીજના કોથડામા સંતાડીને હેરાફેરી કરતો રૂપિયા 81600/- ની કિંમતનો દારૂ બારડોલી પોલીસે ઝડપી પાડ્યો હતો.

 

 

 

સૂત્રો પાસેથી  મળતી માહિતી અનુસાર બારડોલીના રામજી મંદિર નજીક મીંઢોળા નદી ઉપર લો લેવલ બ્રિજની સામે આવેલ ચાંદપીર દરગાહ નજીકના રસ્તા ઉપર પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસની ટીમે વોચ ગોઠવી અલગ અલગ 40 કોબીજના કોથળામાંથી કુલ 816 દારૂની બોટલો પકડી પાડી હતી.

 

 

જેની કીંમત રૂપિયા 81600/- સાથે પિકઅપ વાન પકડી પોલીસે કુલ રૂપિયા 2,90,600/- નો મુદ્દામાલ કબજે લઈ ટેમ્પોના ચાલક છગન ઉર્ફે પ્રદીપ સંતોષ પાવર (રહે.ઉરવાદ તા.શિરપુર જી. ધૂળે) તથા વિજય એકનાથ ભીલ (રહે.ઉરવાદ તા.શિરપુર જી. ધૂળે)ની અટકાયત કરી હતી. પોલીસે બુટલેગરની પૂછપરછ કરતા  દારૂ ભરનાર દિનેશ નામના બે મોબાઈલ નંબર ધરાતા શિરપુરના શખ્સને વોન્ડેડ જાહેર કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News