Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલી ઓવરબ્રિજ પાસેથી કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

  • March 15, 2025 

ચીખલી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૪૮ પર આવેલા ચીખલી ઓવરબ્રિજ પાસેથી નવસારી એલસીબી પોલીસે ૪૬,૦૦૦/- રૂપિયાનો વિદેશી દારૂ, કાર, મોબાઈલ મળી કુલ ૩.૭૧ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક મહિલા સહિત ત્રણને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. મળતી માહિતી મુજબ, નવસારી એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ચીખલી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર ચીખલી ઓવરબ્રિજ ઉતરતા વોચ ગોઠવી હતી.


આ દરમિયાન બાતમી મુજબની હ્યુન્ડાઈ કાર આવતા તેને અટકાવી કારમાં તપાસ કરતા કારમાંથી વગર પાસ પરમિટ વિનાની ટીન બિયરની નાનીમોટી કુલ ૩૧૧ બોટલ કિંમત ૪૬,૫૦૦ અને કારની કિંમત ૩ લાખ રૂપિયા તેમજ ત્રણ મોબાઈલની કિંમત ૨૫,૦૦૦ મળી કુલ ૩,૭૧,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવા સાથે કાર ચાલક બોનીકુમાર રશ્મીકાંત રોહિત (રહે.બોરીયાચ, તા. જિ.નવસારી)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર જયેશ હળપતિ (રહે.પારડી, તા.જિ.વલસાડ) તેમજ મનોજ ઉર્ફે સૂરજ રાજપત ભારતી, ફુલ્વાબેન ઉર્ફે ફુલા રાજપત ભારતી (બંને રહે.પાંડેસરા, સુરત) એમ ત્રણને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application