થર્ટી ફસ્ટ નારોજ તાપી જિલ્લા પોલીસના હાથે જેકપોટ લાગ્યો છે, ટેમ્પોમાં જિપ્સમની આડમાં લઇ જવાતો અંદાજીત ૮૫ લાખથી વધુના પોષ ડોડાનો જથ્થો જિલ્લા એલસીબી અને એસઓજીએ ઝડપી પાડ્યો હતો. સોનગઢ-વ્યારા નેશનલ હાઇવે માર્ગ આવતું વીરપુર ગામ પાસેથી એક પેટ્રોલ પંપ પરથી ઝડપી પાડવામાં આવેલ આઇસર ટેમ્પોમાં જીપ્સમ જેવા પાવડરની આડમાં ૨૮૩૪ કિલો પોષ ડોડા લઈ જવાઈ રહ્યો હતો.
તે દરમિયાન તાપી પોલીસે ૮૫,૦૩,૨૦૦ રૂપિયાના પોષ ડોડા, ૨ થેલી જીપસમ અને આઈસર ટેમ્પો મળી ૧ કરોડ ૫૨ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે આઇસર ટેમ્પો માલિક જગદીશ મદનલાલને વોન્ટેડ જાહેર કરાયો છે, પ્રાથમિક માહિતી મુજબ પોષ ડોડાનો જથ્થો મધ્યપ્રદેશના મંદસૌર થી રાજસ્થાનના જોધપુર લઈ જવાઈ રહ્યો હતો. પોલીસ કાર્યવાહી દરમ્યાન ટેમ્પો ચાલક મંગરામ મોહનરામ બેનીવાલ ચકમો આપી ફરાર થઇ ગયો હતો. જોકે ટેમ્પાનો ક્લીનર બજરંગ ભંવરલાલ બિશ્નોઈને ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ આ મામલે કોણ-કોણ સંડોવાયેલા છે તેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે, આપને અહીં જણાવી દઈએ છીએકે, પોષ ડોડા અફીણ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500