મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં સિંગી ફળીયામાંથી વગર પાસ પરમિટે ઘરની આગળ આવેલ વાડામાંથી ખાખી પૂંઠાના બોક્ષ તથા કોથળીઓમાંથી રૂપિયા ૫૪,૦૦૦/-થી વધુનો ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બનાવ અંગે પોલીસે બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, પ્રોહી. લિસ્ટેડ બુટલેગર અનીલ વિનોદભાઈ ઢોડીયા (રહે.સિંગી ફળિયું, વ્યારા)એ પોતાના ઘરે ઈંગ્લીશ દારૂનો જથ્થો પોતાના ઘરે ઉતારેલ છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સ્થળ ઉપર પહોંચી વ્યારાના સિંગી ફળિયામાંથી પ્રોહી. લિસ્ટેડ બુટલેગર અનીલ વિનોદભાઈ ઢોડીયાના ઘરે પહોંચતા પોલીસે રહેણાક ઘરની આગળ આવેલ વાડામાંથી ખાખી પૂંઠાના બોક્ષ તથા કોથળીઓમાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની વ્હિસ્કી તથા ટીનની નાની મોટી અલગ-અલગ બ્રાન્ડની કૂલ નંગ ૧૮૦ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૫૪,૧૬૨/-નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જયારે પ્રોહી. લિસ્ટેડ બુટલેગર અનીલ ઢોડીયા ઘરે હાજર નહિ મળી આવતાં પોલીસ ચોપડે અનીલ ઢોડીયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500