વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા તાજેતરમાં વઘઇના કૃષિ કેન્દ્રમાં બાળલગ્ન અને બાળમજૂરીના પરિણામો અંગે જનજાગૃતિ શિબિર આયોજિત કરાઈ હતી. આ શિબિરમાં વઘઇ તાલુકાના બેતાલીસ ગામોના આંગણવાડી વર્કરોને જાગૃત કરવા માટે વિસ્તૃત તાલીમ સાથે સમજ પુરી પાડવામાં આવી હતી. દરમિયાન એડવોકેટ રમેશભાઈ રાઉત દ્વારા POCSO ACT તથા બાળલગ્નો અને બાળમજૂરી વિષે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. જ્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રો.હર્ષદ પ્રજાપતિ દ્વારા આંગણવાડી વર્કર બહેનોને બાળકોને પોસ્ટિક આહાર મળી રહે તે માટે કિચન ગાર્ડનની માહિતી આપી હતી. વર્લ્ડ વિઝન ઇન્ડિયાના મેનેજરશ્રી દ્વારા પણ પૂરક સમજૂતી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application