ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં ઇનરેકા સંસ્થાન ટીંબાપાડાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં યોગ બોર્ડના દક્ષિણ ગુજરાત ઝોન કો-ઓર્ડીનેટર તેમજ શાળાના આચાર્યશ્રીની અધ્યક્ષામાં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. માનવીની આજકાલની ભાગદોડ વાળી જીવન શૈલીમાં સામે આવી રહેલી સમસ્યાઓ વચ્ચે યુવાનોમાં સંસ્કાર સિંચન, વ્યસનથી મુક્તિ માટેના વિવિધ મહત્વના મુદ્દાઓ વિશેની વિસ્તૃત સમજ વિદ્યાર્થીઓને યોગ સાધકો દ્વારા આપવામાં આવી હતું. ગુજરાતના યુવા ધનને પાન, મસાલા, ગુટકા, દારૂ, સિગારેટ, ડ્રગ્સ જેવા વ્યસનથી થતી શારીરિક માનસિક, આર્થિક અને કૌટુંબિક તથા સામાજિક મુશ્કેલીઓથી દૂર કરવાના શુભ આશય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.
વડાપ્રધાનશ્રી. નરેન્દ્ર ભાઈ મોદીના ભારતને વિશ્વ ગુરૂ બનાવવાના સ્વપ્નને સાકાર કરવા માટે યુવાઓની શુદ્ધતા સાથે યુવાઓનું ભવિષ્ય સલામત રાખવું જરૂરી છે. કેટલાક નશાથી આત્મહત્યા, હતાશા અને જીવનનો અંત લાવવાની ઈચ્છાઓ યુવાનોમાં જન્મે છે. નશાના કારણે પરિવારનો સંતોષ અને આનંદ છીનવાઈ જાય છે. તેથી વ્યસન મુક્તિનો આ એક સરાહનીય પ્રયાસ છે. વ્યસનમુક્તિમાં યોગ પ્રાણાયામ, આસન સૂર્ય નમસ્કાર ધ્યાન જેવી યૌગિક ક્રિયાઓ કરવાથી શારીરિક માનસિક આધ્યાત્મિક અને આર્થિક પ્રગતિ થાય છે. તેથી યુવાનો યોગને પોતાના જીવનમાં ઉતારે અને પોતાના રોજિંદા જીવનમાં નિયમિત રીતે યોગ કરતા થાય તેવો પણ આશય રહેલો છે. જેનું પણ યોગ ટ્રેનરો દ્વારા વિદ્યાર્થીઓને મહત્વ સમજાવાયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500