ડાંગ જીલ્લાની જનરલ નર્સિંગ કોલેજ-આહવા ખાતે તાજેતરમા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત એક દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ એન.કે.ડામોરે મહિલાઓના રક્ષણ બાબતે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પડ્યું હતું.
જીલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાએ કીશોરીઓને પ્રવર્તમાન સમયમાં દિકરીઓના ઘટી રહેલા જન્મદર બાબતે સરકાર પણ ચિંતિત છે. ત્યારે વ્હાલી દિકરી યોજના જેવી વિવિધ યોજનાઓનો આશય દિકરીઓનું પ્રમાણ વધે તે માટે વિસ્તૃત માર્ગદર્શન અઆપ્યું હતું. નાયબ પોલીસ અધીક્ષક ગામીત દ્વારા મહિલાલક્ષી ચાલતા વિવિધ સેન્ટરો વિશે માહિતી આપી તથા મહિલાલક્ષી ઉપયોગી કાયદાકીય માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત માનનીય કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે વ્હાલી દિકરી યોજનાંના લાભાર્થીઓને કંકુ ચોખાથી દીકરીનું વધામણું કરી પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમન-2005 અંતર્ગત વિસ્તુત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ સ્ટેશન બેઈઝડ સ્પોર્ટ સેન્ટર, 181-મહિલા અભયમની ટીમ, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા શક્તિ કેન્દ્રના બહેનો વિગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500