Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વઘઈ ખાતે 'પ્રધાનમંત્રી વન ધન વિકાસ યોજના' અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • August 10, 2022 

આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત વઘઈ ખાતે વલસાડ-ડાંગના સાંસદશ્રી ડો. કે. સી. પટેલની ઉપસ્થિતમા 'પ્રધાનમંત્રી વન ધન વિકાસ કાર્યક્રમ' યોજાયો હતો.ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા ગૌણ વન્ય પેદાશ એકત્રિત કરતા આદિજાતિ કુટુંબોને, ગૌણ વન્ય પેદાશોનુ ઉત્પાદન મૂલ્યવર્ધન કરીને, ઉચિત બજાર ભાવ દ્વારા આજીવિકા પ્રાપ્ત કરી શકે તે ઉદ્દેશ સાથે, દેશમા વર્ષ 2018-19મા 'વન ધન વિકાસ કાર્યક્રમ'ની શરૂઆત કરવામા આવી હતી.



ગૌણ વન્ય પેદાશ એકત્રીકરણ કરતા આદિજાતિ કુટુંબોની એકત્રિકરણ અને સંગ્રહ કરવાની પદ્ધતિ, અને કાર્યક્ષમતામા વધારો કરવા માટે તેમને તાલીમ અને જરૂરિયાત મુજબની ટૂલ કીટ આપવાના લક્ષ સાથે, વન્ય પેદાશોના મુલ્યવર્ધન સાથે તેનુ બજાર વ્યવસ્થા સાથે જોડાણ કરી તેમની આજીવિકામા વધારો કરી, તેમને આત્મનિર્ભર કરવાનો લક્ષ છે. 


કાર્યક્રમના અધ્યક્ષશ્રી ડો. કે. સી પટેલે ગૌરવપૂર્ણ જણાવ્યુ હતુ કે, સમગ્ર ગુજરાત રાજ્યમા ડાંગ જિલ્લાના વઘઈ ખાતે 'પ્રધાનમંત્રી વન ધન વિકાસ યોજના'નો આજે પ્રારંભ કરાયો છે.  ડાંગ જિલ્લાના લાભાર્થીઓ વન ધન યોજના અંતર્ગત ગૌણ વન્ય પેદાશની ઉપજ કરવાની ટ્રેનિંગ લઈ ઉત્સાહ થી કામ કરે તે જરૂરિ છે. સાથે વન ધન યોજનાથી ડાંગ જિલ્લાના લાભાર્થીઓ સમૃદ્ધ બનશે તેમ વધુમા જણાવ્યુ હતુ.


જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે ગૌણ પેદાશના જતન કરવાની સાથે વન સંપદાની ગૌણ પેદાશ કરીને તેનુ વેચાણ કરવા તેમજ વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લે તે માટે અનુરોધ કર્યો હતો.ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે લાભાર્થીઓને અનુરોધ કરતા જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લામા મોટા પ્રમાણમા વન પેદાશો આવેલી છે. જેના વિશે ટ્રેનિંગ દરમ્યાન સંપૂર્ણ જાણકારી મેળવી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાનુ છે. વેપારીઓના શોષણથી બચવાનુ છે, જાતે પોતાનુ માર્કેટ ઉભુ કરવાનુ છે.


દક્ષિણ ડાંગ નાયબ વન સરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધકૃષ્ણએ આ યોજના અંગે વિસ્તાર પૂર્વક માહિતી આપી હતી. ડાંગ જિલ્લાના કુલ 20 સભ્યોના 15 જૂથોમા 300 વન સમિતિ અને 6 હજાર જેટલા સભ્યોનો સમાવેશ કરવામા આવ્યા છે. પ્રથમ તબક્કામા આ સભ્યોને યોજના અંતર્ગત લાભ આપવામા આવશે. કેન્દ્ર સરકારે આ યોજના માટે રૂપિયા 3 કરોડની માતબર રકમ ફાળવણી કરવામા આવી છે.આ યોજના આદિવાસીઓને કઈ રીતના વિકાસ થાય, તેઓ ગૌણ પેદાશમાંથી પૂરતી આવક મેળવતા થાય તેમજ જંગલની ગૌણ પેદાશમા સુધારો કરી સ્થાનિક લોકો પોતાની પ્રોડક્ટ બનાવીને વેચે, આત્મનિર્ભર બને તે માટેનો સરકારનો હેતુ છે તેમ વધુમા જણાવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News